Amreli Express

Daily News Papers

સમાચાર

ગોંડલનાં રામજી મંદિર ખાતે ભગવાન શ્રીરામની જન્‍મ જયંતીથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાશે

પ.પૂ. મહામંડલેશ્‍વર 1008 શ્રી હરિચરણદાસજી મહારાજની અઘ્‍યક્ષતામાં થશે ઉજવણી

અમરેલી, તા. ર7

ગોંડલ ખાતે આવેલ શ્રી રામજી મંદિર ખાતે આગામી રામનવમીનાં પાવન પ્રસંગે શ્રી રામનવમી મહોત્‍સવ નિમિતે શ્રી રામચરિતમાનસ સમૂહ પાઠ તથા લઘુરામ યજ્ઞનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. આધાર્મિક પ્રસંગે ભકતજનોને પધારવા નિમંત્રણ આપવામાં આવેલ છે.

કાર્યક્રમનો શુભારંભ કળશ સ્‍થાપન તથા અષ્‍ટોતર શત્‌ શ્રી રામચરિતનાં સમૂહ પાઠનો પ્રારંભ તા.6/4 શનિવારથી થશે. પાઠ પ્રસંગે શ્રી રામ જન્‍મોત્‍સવ તા.7/4 રવિવારનાં રોજ, શ્રી રામ વિવાહ 8/4 સોમવારનાં રોજ થશે. શ્રીરામ રાજયાભિષેક 13/4 શનિવારનાં રોજ કરવામાં આવશે.

આ ઉપરાંત શ્રીરામ જન્‍મ ઉત્‍સવ તા.14/4 રવિવારે બપોરે 1ર કલાકે, પ.પૂ. શ્રીહરિચરણદાસજી મહારાજની જન્‍મ જયંતિ 11/4 ગુરૂવારનાં રોજ કરવામાં આવશે. અને લઘુરામ યજ્ઞનું બીડુ હોમવાનો સમય સાંજે 4 કલાકે કરવામાં આવશે.

પ.પૂ. સદગુરૂ સ્‍વામિ શ્રી રણછોડદાસજી મહારાજની પૂણ્‍યતિથિ તા.17/4 બુધવારનાં રોજ તથા શ્રી હનુમાન જયંતિ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ તા.19/4 શુક્રવારનાં રોજ યોજાશે.

શ્રી રામચરિત માનસનાં સમૂહપાઠ પ્રખર રામાયણી શ્રી શ્‍યામસુંદરજી મહારાજ સંગીતમય પાઠ કરાવશે. તેમ શ્રી રામજી મંદિર ગોંડલનાં પૂજય મહંત શ્રી જયરામદાસજી મહારાજ ર્ેારા જણાવાયું છે.

error: Content is protected !!