Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

ધારીનાં મોણવેલ ગામની સીમમાં બન્‍ને યુવકોએ ગળાફાંસો ખાઈ લીધો

બન્‍ને પ્રેમીકા બાદ બન્‍ને પ્રેમી યુવકે પણ આત્‍મહત્‍યા કરી

થોડા દિવસો પહેલા બન્‍નેની પ્રેમીકાએ આત્‍મહત્‍યા કરી લેતા વિરહની વેદના સહન થતી ન હતી

અમરેલી, તા. ર6

વિસાવદર તાલુકાનાં દુધાળા ગામે રહેતાં બે રત્‍ન કલાકાર યુવકોને અગાઉ બે અલગ અલગ યુવતીઓ સાથે પ્રેમસબંધ બંધાયેલ હોય પરંતુ કોઈ કારણોસર આ બન્‍ને યુવતીએ થોડા સમય પહેલાં જ કોઈ અગમ્‍ય કારણોસર આપઘાત કરી લેતા આ બન્‍ને રત્‍ન કલાકાર મિત્રોને પણ લાગી આવતાં ગઈકાલે રાત્રીના સમયે અમરેલી જિલ્‍લાનાં ધારી તાલુકાનાં મોણવેલ ગામ નજીક આવેલ હોથલીયા બીડ વિસ્‍તારમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવનાં પગલે અમરેલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાના દુધાળા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતાં જયસુખ ભનુભાઈ સાપરીયા (ઉ.વ. રર) તથા તેમની સાથે જ કામ કરતાં જીગરજાન મિત્ર ભાવેશ ભરતભાઈ ડેડાણીયા નામનાં બન્‍ને યુવકને અગાઉ કોઈ યુવતી સાથે પ્રેમસબંધ હોય અને આ બન્‍ને યુવતીએ કોઈ અગમ્‍ય કારણોસર અગાઉ આપઘાત કરી લીધો હતો. જેથી આ બન્‍ને રત્‍ન કલાકાર મિત્રોને લાગી આવતાં ગઈકાલે મોડી રાત્રીનાસમયે ધારી તાલુકાનાં મોણવેલ ગામ નજીક આવેલ હોથલીયા બીડ વિસ્‍તારમાં એક ઝાડ સાથે આપઘાત કરી લીધાનું પોલીસે પ્રાથમિક તારણમાં જણાવ્‍યું હતું.

આ બન્‍ને મૃતદેહ સવારે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ધારી પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી અને બન્‍ને યુવકોનાં મૃતદેહને ધારી સરકારી દવાખાને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડી અને યુવકનાં સગા-સબંધી અંગે વિગતો મેળવી રહૃાાં છે અને આ બનાવનું સાચું કારણ જાણવા માટે થઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!