Amreli Express

Daily News Papers

સમાચાર

લાઠી તાલુકા ભાજપનાં પ્રમુખની કાર અચાનક ભડભડ સળગી

ન જાણ્‍યું જાનકી નાથે, કઈ મિનિટે કઈ આફત આવવાની છે

લાઠી તાલુકા ભાજપનાં પ્રમુખ મગન કાનાણીની નિશાન કંપનીની કાર અચાનક ભડભડ સળગી

સદ્રસીબે તેઓ કારમાંથી હેમખેમ બહાર આવવામાં સફળ રહૃાા

અમરેલી, તા.ર6

અમરેલી જિલ્‍લાના આસોદર નજીક લાઠી તાલુકા ભાજપના પ્રમુખ મગન કાનાણીની નિશાન કંપનીની લકઝરી કારમાં અચાનક જએકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્‍માતમાં મગન કાનાણીની સમય સૂચકતાને કારણે કારમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. આ ઘટના બાદ તેઓએ કાર કંપની સામે સવાલો ઉઠાવ્‍યા હતા.

અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ કાનાણી પોતાની નિશાન કંપનીની કાર લઈને જતા હતા તે દરમિયાન લાઠીના આસોદર નજીક કાર અચાનક જ ઉભી રહી ગઈ હતી. ત્‍યારબાદ તેઓએ કારને સેલ્‍ફ મારી શરૂ કરવાના પ્રયત્‍નો કર્યા તે દરમિયાન અચાનક જ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. પરંતુ સમય સૂચકતાને કારણે કારમાં સવાર લોકો બહાર નીકળી જતા લોકોનો આબાદ બચાવ થયો હતો. અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી. નિશાન કંપનીની મોંઘીદાટ કાર લેવા છતાં આવી ઘટના બનતા તાલુકા ભાજપના પ્રમુખે કંપની પર કાયદેસર કાર્યવાહી કરવા સહિતના મુદે આક્ષેપો કર્યા હતા.

error: Content is protected !!