Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

ખાંભાનાં નેરડી વિસ્‍તારમાં ભુગર્ભ ગટરથી પરેશાની : ટણીનાં બહિષ્‍કારની ચીમકી આપતાં ચકચાર

સ્‍થાનિકોએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી

ખાંભાનાં નેરડી વિસ્‍તારમાં ભુગર્ભ ગટરથી પરેશાની

સ્‍થાનિકોએ અવાર-નવાર ગ્રામ પંચાયત, ટીડીઓ અને મામલતદારને રજુઆત કરી

સ્‍થાનિકોએ આગામી લોકસભાની ચૂંટણીનાં બહિષ્‍કારની ચીમકી આપતાં ચકચાર

ખાંભા, તા. ર6

ખાંભાનાં નેરડી વિસ્‍તારમાં ભુગર્ભ ગટરની ઉભરાતી ગંદકીનાં અસહૃા ત્રાસથી ત્રસ્‍ત નેરડી વિસ્‍તારનાં નાગરીકો ઘ્‍વારા ઉપવાસ આંદોલનઅને ચૂંટણી બહિષ્‍કારની ચીમકી આપવામાં આવી હતી.

છેલ્‍લા સાત વર્ષથી ખાંભા ગામમાં બનાવાયેલ ભુગર્ભ ગટરની ગંદકી ઉભરાવાના ત્રાસ સામે વિવિધ વિસ્‍તારનાં નાગરીકો ઘ્‍વારા અવાર-નવાર સ્‍થાનિક ગ્રામ પંચાયત, ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારીને લેનીતમાં રજુઆત કરવા છતાં ભ્રષ્‍ટાચારથી બનાવાયેલ અને અધુરા કામે બીલ ચુકવી દેવાતા પાંચ વર્ષની મેન્‍ટેનન્‍સ કરવાની જેની ફરજ છે રૂર્બન પ્રોજેકટ અધિકારી કે કોન્‍ટ્રાકટર ઘ્‍વારા ભુગર્ભ ગટરની ઉભરાતી ગંદકી સામે આંખ મીચામણા કરી ભુગર્ભ ગટર બનાવનાર એજન્‍સી સામે કોઈ કાર્યવાહી કરેલ ન હોવાથી ખાંભાના આશ્રમવાડી વિસ્‍તારમાં આવેલ નેરડી વિસ્‍તારમાં છેલ્‍લા પાંચ વર્ષથી ભુગર્ભ ગટરમાંથી મળમુત્ર, ગંદકી ઉભરાઈને જાહેર રોડ ઉપર ફરી વળવાથી આ વિસ્‍તારના નાગરીકો ત્રસ્‍ત બનતા તા. 4/ર/19નાં રોજ મામલતદાર ખાંભાને ગટરની ગંદકીના નિકાલ બાબત આવેદન આપેલ. જેને આજે દોઢ માસ જેટલો સમય વિતી જવા છતાં ગંદકી પ્રશ્‍ને ઉકેલ ન આવતા આજરોજ પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓને ગટરની ગંદકી પ્રશ્‍ને લેખીતમાં ઉપવાસ આંદોલનની મંજુરી માંગી છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, નેરડી વિસ્‍તારમાં ગટરની ગંદકી પ્રશ્‍ને ઉકેલ ન આવતાં નેરડી વિસ્‍તારના મતદારોએ આગામી લોકસભાની ચૂંટણીનો 9ર ઘરના પરિવારોએ બહિષ્‍કારકરી નેરડી વિસ્‍તારમાં બેનરો લગાવી દેવાયા છે.

ભુગર્ભ ગટર બન્‍યા બાદ ખાંભાની શેરી-ગલ્‍લીઓ અને ઐતિહાસિક ધાતરવડી નદી ગંદકીથી ઉભરાતી હોય માખી-મચ્‍છરનો ત્રાસ વધવાથી ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળે છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, નેરડી વિસ્‍તારની ભુગર્ભ ગટરની ગંદકી જાહેર માર્ગો ઉપર ફરી વળી છે તે ભુગર્ભ ગટર નીચે પીવાના પાણીની લાઈન હોય આગામી દિવસોમાં આ પીવાના પાણી સાથે ભુગર્ભ ગટરની ગંદકી ભળશે તો અતિ ભારે રોગચાળો ફેલાવાની શકયતા રહી હોય.

જવાબદાર વિભાગો ઘ્‍વારા ખાંભાનાં નેરડી વિસ્‍તારની ગટરની ગંદકી પ્રશ્‍નનો કાયમી ઉકેલ જવાબદાર વિભાગો ઘ્‍વારા કરવામાં આવે તેવું સ્‍થાનિક રહીશો ઈચ્‍છી રહૃાા છે.

error: Content is protected !!