Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

નારાજગી : સાવરકુંડલાનાં તાલુકા વિકાસ અધિકારીની કાર્યશૈલી વિરૂદ્ધ કલેકટરને ધગધગતી રજૂઆત

ગ્રામ્‍ય વિસ્‍તારમાં ભોજનનાં સ્‍વાદમાં જ વ્‍યસ્‍ત રહે છે તેવો આક્ષેપ

નારાજગી : સાવરકુંડલાનાં તાલુકા વિકાસ અધિકારીની કાર્યશૈલી વિરૂદ્ધ કલેકટરને ધગધગતી રજૂઆત

તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ બબલાભાઈ ખુમાણ આગબબૂલા

સાવરકુંડલા, તા.ર6

સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બબલાભાઈ ખુમાણ દ્વારા કલેકટરને પત્ર પાઠવી ફરિયાદ કરવામાં આવી હતી કે સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સમયસર ઓફિસના સમયે હાજર ન રહેતા હોય અને રોજે રોજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભોજનના પ્રોગ્રામ કરવા જતારહેતા હોવાથી તાલુકાના છેવાડાના ગામડાઓમાંથી આવતા લોકોને જાતિ અને આવકના દાખલાઓ માટે ઉનાળાના કાળા તડકાઓમાં તાલુકા પંચાયત કચેરીમાં ધર્મના ધકકા ખાવા પડી રહયા છે. તથા કચેરીના તમામ કર્મચારીઓને ખોટી રીતે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. ખોટી રીતે કર્મચારીઓને નોટીસો આપી જિલ્‍લા વિકાસ અધિકારીના હવાલે કરી આપવાની અને કરાર આધારિત કર્મચારીઓને છુટા કરવાની ધમકી આપે છે તથા કર્મચારીઓને જમવા પણ જવા દેવામાં આવતા નથી. થોડા દિવસો પહેલા જ વીજપડી પ્રાથમિક શાળામાં તપાસ કરવા ગયા અને મહિલા શિક્ષકની સાથે ગેરવર્તન કરતા શિક્ષણ વિભાગના કર્મચારીઓમાં તાલુકા વિકાસ અધિકારી પ્રત્‍યે ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. છેલ્‍લા ઘણા સમયથી સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીમાં ઈન્‍ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હોવા છતાં પણ તાલુકાની કામગીરી સર્વશ્રેષ્ઠ થતી હતી પરંતુ હાલના તાલુકા વિકાસ અધિકારી આવ્‍યા બાદ સરપંચો, કર્મચારીઓ, ગ્રામ્‍ય વિસ્‍તારના અધિકારીઓ, તલાટી મંત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બબલાભાઈ ખુમાણના ઘ્‍યાનમાં આવતા અમુક ગામો સરપંચો, તલાટી મંત્રીઓ દ્વારા મારા ઘ્‍યાન પર આવ્‍યું છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારાવિકાસના કામોમાં ટકાવારીની માંગણી કરે છે જેની તપાસની પણ જિલ્‍લા કલેકટર પાસે માંગ કરવામાં આવી છે.

error: Content is protected !!