Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના પીપળવા રાઉન્‍ડમાં સાત વર્ષની દીપડીનું ઈનફાઈટમાં મોત

ખાંભા, તા. ર6

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના પીપળવા રાઉન્‍ડના વાંદળીગાળા વિસ્‍તારમાં ગત રાત્રીના વન વિભાગના સ્‍ટાફને પેટ્રોલિંગ દરમિયાન એક માદા દીપડીનો મૃતદેહ મળી આવ્‍યો હતો વધુ જાણવા પ્રમાણે વન વિભાગનાં એ.સી.એફ. નિકુંજ પરમારે જણાવ્‍યું હતું કે પીપળવા-રના વાંદળીગાળા વિસ્‍તારમાં સાતથી આઠ વર્ષની એક દીપડીનો મૃતદેહ મળી આવ્‍યો હતો અને ઈજાનાં નિશાન જોતા આ દીપડીનું મૃત્‍યુ ઈનફાઈટમાં થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્‍યું હતું અને દીપડી ડોકટર ર્ેારા ખાંભા રેન્‍જ ઓફિસ ખાતે પી.એમ. કરી અગ્નિદાહ આપવામાં આવ્‍યો હતો.

error: Content is protected !!