Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

જંગલમાં આવેલ વેજલ માતાજીનાં શ્રદ્ધાળુને વન વિભાગની કનડગત

ખાંભા-તુલસીશ્‍યામરેન્‍જમાં આવેલ

જંગલમાં આવેલ વેજલ માતાજીનાં શ્રદ્ધાળુને વન વિભાગની કનડગત

શ્રદ્ધાળુઓએ ઉપવાસ શરૂ કર્યા

ખાંભા, તા.ર6

ધારી ગીર પૂર્વમાં જંગલ અને ગીર વિસ્‍તારમાં આસ્‍થારૂપી ધાર્મિક સ્‍થળો આવેલા છે. ત્‍યારે વર્ષો જૂની પરંપરા ચાલી આવતી હોય છે. અને આસપાસના દર્શનાર્થીઓ અને શ્રઘ્‍ધાળુ પોતાની દેવી-દેવતા અને માતાજીના દર્શન અર્થે જંગલમાં આવતા હોય છે. ત્‍યારે કયાંક ને કયાંક વન વિભાગ અડચણ રૂપી થતું હોય છે. તે પ્રમાણે ગીરમાં કનકાઈ માતાજી મંદિર, હનુમાનગાળા, સાખની ખોડીયાર, તુલસીશ્‍યામ ધામ,  મિતિયાળા અભ્‍યારણમાં મોમાઈ માતાજીનું મંદિર જેવા સુપ્રસિઘ્‍ધ ધર્મસ્‍થાનો આવેલા હોય છે. ત્‍યારે ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ નીચે આવતા ટીમ્‍બળવા રાઉન્‍ડના ગીર જંગલમાં આવેલ સુપ્રસિઘ્‍ધ (વેજેલાઈ) વેજલ માતાજીના દર્શનાર્થે પગપાળા જતા પ્રતાપભાઈ બાલુભાઈ પોપટ (રહે. ચાતુરી) અન્‍ય ત્રણ વ્‍યકિતને વન વિભાગે રસ્‍તામાં રોકી જંગલમાં રોકી એક હજારનો દંડ વસુલ કરેલ હતો. ત્‍યારે વેજલ માતાજી પોપટ પરિવારના કુળદેવી હોય અને વેજેલાઈની જગ્‍યામાં સેદાજી અને વેજાજીની સરવૈયા પરિવારના સુરાપુરા હોવાથી પોપટ પરિવાર અને સરવૈયા પરિવાર વર્ષોથી વેજેલાઈ દર્શનાર્થે આવતા હોય છે અને વન વિભાગ કયારેય અડચણરૂપ થયેલ ન હતું અને દર્શનાર્થે જતા યાત્રાળુને વનવિભાગે દંડ અથવા કોઈ દિવસ રોકવામાં આવેલ ન હતા. ત્‍યારે કાયદા સામે દંડા ઉગાવતું વન વિભાગ સામે દર્શનાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો અને સામતભાઈ પોપટે ચતુરી ખાતે વેજલ માતાજીના મંદિર ખાતે ઉપવાસ ચાલુ કર્યું છે.

error: Content is protected !!