Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

લ્‍યો બોલો : અમરેલીનાં વોર્ડ-1નાં મતદારોને ચૂંટણી કાર્ડ મળ્‍યા નથી

લોકસભાની ચૂંટણી ડોકીયા કરતી હોય

લ્‍યો બોલો : અમરેલીનાં વોર્ડ-1નાં મતદારોને ચૂંટણી કાર્ડ મળ્‍યા નથી

નગરસેવિકા મરીયમબેનની રજૂઆત

અમરેલી, તા. ર6

અમરેલી નગરપાલીકાનાં વોર્ડ નં.1ના સદસ્‍ય મરીયમબેન હસનખાભાઈ પઠાણ તા.રર/3/19ના રોજકલેકટરને સંબોધીને અરજી કરેલ છે કે, વોર્ડ નં.1માં ઘણા લોકોનાં આજદિન સુધી ચૂંટણી કાર્ડ કાઢવાનાં બાકી હોય વોર્ડ નં.1માં સર્વે કરાવી તાત્‍કાલીક બાકી રહી ગયેલ લોકોનાં ચૂંટણી કાર્ડ નીકળે તેવી વિનંતી કરેલ છે. જે પત્રના કામે ટેલીફોનીક વાત કરતા તેઓના જણાવ્‍યાનુસાર સંધી સોસાયટી, ગાયત્રી મંદિર પાછળનો વિરનાર, મીની કસ્‍બા, અલીફનગર, મણીનગર વિગેરે વિસ્‍તારમાં હજુ મતદારયાદીમાં નામ નોંધાવવામાં બાકી રહી ગયેલ લોકોનાં બીએલઓ મારફત ફોર્મ ભરવા જણાવેલ છે. તેમણે કરેલ રજૂઆત કરવામાં આવી જે અંગે તાત્‍કાલીક બીએલઓ મારફત ઘેર ઘેર ફરીને તપાસ કરાવી બાકી રહેતા લોકોના ફોર્મ ભરવા કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીનો અહેવાલ દિન-રમાં કરવા જિલ્‍લા ચૂંટણી અધિકારીએ સૂચના આપેલ છે.

error: Content is protected !!