Amreli Express

Daily News Papers

સમાચાર

રતિદાદાનાં આંગણે લાડકવાયા પૌત્ર ચિ. શ્‍લોકનાં યજ્ઞોપવિતનો પ્રસંગ ઉજવાયો

હાથીની અંબાડીએ ચિ. શ્‍લોકની કાશીયાત્રા

ચલાલા, તા.ર6

ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટના વડા કે જેમના માર્ગદર્શન અને અથાગ પ્રયત્‍નથી સંસ્‍થામાં તમામ સેવાકીય પ્રવૃતિઓ નિઃસ્‍વાર્થ ભાવે ચાલી રહી છે. તેવા રતિદાદાના આંગણે લાડકવાયા પૌત્રનો યજ્ઞોપવિત સંસ્‍કાર ધામધૂમ પૂર્વક યોજાયો.

મહેતા પરિવારના આ પ્રસંગે હાથી, ઘોડા, બગી તથા ડી.જે.ના તાલે દાદા રતિદાદા, બા મંજુબા, પિતા મહેશભાઈ, માતા શીતલબેન, કાકા પરેશભાઈ, કાકી અંકિતાકાકી, ફુવા ભાવેશભાઈ, ફઈ રેખાફઈ, મામા પિયુષમામા, દીદી ઈશાદીદી અને નૃપાલીદીદી તથા આવેલ તમામ મહેમાનોએ ચિ. શ્‍લોકના આ યજ્ઞોપવિત પ્રસંગને સોનામાં સુગંધ ભળે તેવો યાદગાર બનાવ્‍યો હતો.

આ પ્રસંગમાં સંતો, આગેવાનો, પરિવારજનો અને મહેશભાઈના બહોળા મિત્ર વર્તુળની ખાસ ઉપસ્‍થિતિ રહી હતી અને તમામે ચિ. શ્‍લોકને ખૂબ આશિર્વાદ આપ્‍યા હતા.

error: Content is protected !!