Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

જાહેર ડાયરામાં તમંચા વડે ફાયરીંગ કરનારરાજુલાના વડ ગામનાં અજયભાઈ ખુમાણ પાસા હેઠળ જેલ હવાલે

સુરત મઘ્‍યસ્‍થ જેલ હવાલે કરવામાં આવ્‍યા

અમરેલી, તા.રપ

અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઈન્‍સ., આર.કે.કરમટા તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા અજય બાબાભાઈ ખુમાણ રહે. વડ, તા.રાજુલા વાળા વિરૂઘ્‍ધ પુરતા પુરાવાઓ એકઠા કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી મારફતે જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ તરફ મોકલી આપતાં આવા ભયજનક વ્‍યકિતની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં તેમજ આગામી લોકસભા સામાન્‍ય ચુંટણી દરમ્‍યાન તટસ્‍થ અનેભયમુકત રીતે મતદાન થઈ શકે તે હેતુથી અમરેલી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓકે ઉપરોકત આરોપી વિરૂઘ્‍ધ પાસાનું વોરંટ ઈસ્‍યુ કરતાં પોલીસ અધિક્ષકની સુચના મુજબ અમરેલી એસ.ઓ.જી. ઈન્‍ચાર્જ પો.સબ ઈન્‍સ., ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે અજય બાબાભાઈ ખુમાણ (ઉ.વ.33) ધંધો – ખેતી, રહે. વડ, તા.રાજુલા, જિ.અમરેલી વાળાને પાસા વોરંટની બજવણી કરી સુરત મઘ્‍યસ્‍થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

આરોપી અજય બાબાભાઈ ખુમાણનો ડાયરામાં ફાઈરીંગ કરતો વિડીયો ફેસબુક પર થયો હતો વાઈરલ.

ગઈ તા. ર0/1/ર019 ના રોજ ફેસબુક પર ડાયરામાં પકડાયેલ આરોપી અજય બાબાભાઈ ખુમાણ, રહે. વડ, તા.રાજુલા વાળાનો જાહેરમાં હવામાં તમંચા વડે ફાયરીંગ કરતો હોય તેવો વિડીયો વાઈરલ થયેલ હતો. જે અંગે રાજુલા, પો.સ્‍ટે. જાણવા જોગ રજી. નં.ર/ર019, તા. ર9/1/ર019 થી રજી. થયેલ અને તપાસ દરમ્‍યાન અજય બાબાભાઈ ખુમાણને દેશી બનાવટના તમંચા સાથે એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધેલ હતો.

આમ, લોકસભા ચુંટણી અનુસંધાને આવા હિંસાત્‍મક પ્રવૃતિ કરતાં માથાભારે અને ભયજનક ઈસમ સામે પાસા તળે કાર્યવાહી કરી જેલ હવાલે કરી અસામાજીક પ્રવૃતિ કરતાં ઈસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

error: Content is protected !!