Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

રાજકોટ અને બોટાદ જિલ્‍લામાં બાઈકચોરી કરી હાહાકાર મચાવનાર ગેંગને ઝડપી લેવાઈ

એસપી અને એએસપીની સૂચનાથી એલસીબીનો સપાટો

અમરેલી, તા. રપ

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયએ જીલ્‍લામાં મિલ્‍કત સંબંધી વણશોધાયેલા ગુન્‍હાઓ શોધી કાઢી, આવા ગુન્‍હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પૂરેપુરો મુદ્યામાલ રીકવર કરી, મુળ માલિકને પરત મળી રહે તે મુજબઅસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય જે અન્‍વયે અમરેલી ડિવીઝન મદદનીશ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી આધારે લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામની સીમમાં આવેલ વાડીએથી મોટર સાયકલ ચોરીઓ કરતી ટોળકીના સક્રિય છ સભ્‍યોને બુલેટ, એકટીવા, સ્‍પ્‍લેન્‍ડર સહિત કુલ 31 મોટર સાયકલો સાથે પકડી પાડી રાજકોટ શહેર તથા બોટાદ જીલ્‍લાઓમાં થયેલ વાહન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ સરનામા

(1) ઘનશ્‍યામ ભુપતભાઈ ચૌહાણ, ઉ.વ. ર7, ધંધો ખેત મજુરી, રહે. સરકારી પીપળવા, તા. લાઠી, જિ. અમરેલી. (ર) નિલેષ લાલજીભાઈ વાઘેલા, ઉ.વ. 31, ધંધો સી.સી.ટી.વી. કેમેરા ફીટીંગની મજુરી, મુળ બોટાદ, હાલ રહે. રાજકોટ (3) તબરેજ કાદરભાઈ કારીયાણી, ઉ.વ. રપ, ધંધો સી.સી.ટી.વી. કેમેરા ફીટીંગની મજુરી, રહે. બોટાદ, પાવરહાઉસ પાસે, પરા, (4) અતુલ શામજીભાઈ જમોડ, ઉ.વ. ર3, ધંધો હીરા ઘસવાનો, મજુરી કામ, રહે. હડદડ, ભદ્રાવડી રોડ, તા. બોટાદ, જિ. બોટાદ. (પ) કિશન નટુભાઈ હરિપરા, ઉ.વ. ર1, ધંધો અભ્‍યાસ, રહે. ઉગામેડી, સરદાર પટેલ સ્‍કૂલ સામે, તા. ગઢડા, જિ. બોટાદ. (6) પાર્થ લક્ષ્મણભાઈ જાંબુકીયા,ઉ.વ. રપ, ધંધો – અભ્‍યાસ તથા કોમ્‍પ્‍યુટર રીપેરીંગની દુકાન, રહે. હાલ બોટાદ, એમ.ડી.સ્‍કૂલ પાછળ, આનંદધામ બંગ્‍લોઝ પાસે, મુળ રહે. પાણવી, તા. વલ્‍લભીપુર, જિ. ભાવનગર.

ગુન્‍હો કરવાની રીત

પકડાયેલ ઈસમો છેલ્‍લા ત્રણ વર્ષથી ચોરી કરવાની ટોળકી બનાવી જાહેર જગ્‍યા, મોટર સાયકલ પાર્કીગ થયેલ હોય તેવી જગ્‍યા અથવા કોઈ રહેણાંક મકાન બહાર મોટર સાયકલ પાર્ક કરેલ હોય તેવી મોટર સાયકલોને નિશાન બનાવી ચોરી કરતા હતા. તેમજ કોઈ જગ્‍યાએ કોઈ રહેણાંક બહારથી મોટર સાયકલ ચોરવાનું હોય ત્‍યાં ઘર માલિક ઘર બહાર આવી ન જાય તે માટે તેવા મકાનની બહારની સ્‍ટોપર/આલ્‍ડ્રાફ બંધ કરી, ડુપ્‍લીકેટ ચાવી લગાડી મો.સા.ની ચોરી કરવાના ઈરાદે અવરોધ ઉભો કરી મોટર સાયકલ ચોરી કરી લઈ જતા હતાં. અને ચોરીના મોટરસાયકલોની ડુપ્‍લીકેટ આર.સી.બુક બનાવી, ખોટી અને બનાવટી આર.સી.બુકને સાચી બતાવી તેમજ ચોરીની મોટર સાયકલો બેન્‍ક લોનનાં હપ્‍તા નહીં ભરનારની સીઝ કરેલી અને હરરાજીમાંથી મેળવેલ હોવાનું ખરીદદારને જણાવી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાના હેતુથી મેળવવાના ઈરાદાથી ચોરી કરતાં હતાં.

આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્યામાલ

રોયલ એન્‍ફીલ્‍ડ બુલેટ-ર, હોન્‍ડા એકટીવા-19, હીરો સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ-4, બજાજ પ્‍લેટીના-1, હીરો પ્‍લેઝર-1, ટીવીએસ જયુપીટર-1,બજાજ પલ્‍સર-1, બજાજ એવેન્‍જર- 1, હોન્‍ડા શાઈન-1 મળી કુલ 31 મો.સા. કિં.રૂા. 1ર, પ0,000/- નો મુદ્યામાલ.

ગુન્‍હાહિત ઈતિહાસ

(1) આ ટોળકીમાં પકડાયેલ નિલેષ લાલજીભાઈ વાઘેલા, રહે. મુળ બોટાદ, હાલ રાજકોટ વાળો અગાઉ રાજકોટ શહેરનાં જુદા જુદા પો.સ્‍ટે.ના મોટર સાયકલ ચોરીના 8 ગુન્‍હાઓમાં પકડાયેલ છે. (ર) આ ટોળકીમાં પકડાયેલ કિશન નટુભાઈ હરિપરા, રહે. ઉગામેડી, તા. ગઢડા વાળાને રાજકોટ શહેરના જુદા જુદા પો.સ્‍ટે.ના મોટર સાયકલ ચોરીના 8 ગુન્‍હાઓમાં પકડવાનો બાકી છે.

આ ઉપરાંત રાજકોટ શહેરનાં અલગ અલગ વિસ્‍તારોમાંથી છેલ્‍લા ત્રણ વર્ષ દરમ્‍યાન ચોરી થયેલ અન્‍ય 13 વાહનો મળી કુલ 31 વાહનો રીકવર કરી પ0 કરતા વધારે વાહન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

error: Content is protected !!