Amreli Express

Daily News Papers

સમાચાર

હદ થઈ : ઉનાળે એશિયાટીક ગૌરવસમા સિંહોની હાલત કફોડી

વન વિભાગ ર્ેારા વ્‍યવસ્‍થા કરવી જરૂરી

હદ થઈ : ઉનાળે એશિયાટીક ગૌરવસમા સિંહોની હાલત કફોડી

પીવાનાં પાણી માટે સિંહો ભટકી રહૃાાં છે

અમરેલી, તા. રપ

અમરેલી જિલ્‍લાની ભૌગોલીકપરિસ્‍થિતિ જ કંઈક અલગ છે. અહીં ઉનાળાના દિવસો દરમિયાન ગરમીનું પ્રમાણ ખૂબ જ રહે છે. ત્‍યારે ફાગણ માસમાં સૂર્યનારાયણ પણ આકરા પાણીએ છે. ત્‍યારે શરૂઆતથી જ ઉનાળો લોકોને તો અકળાવે છે, પરંતુ જંગલનાં રાજા કહેવાતા સિંહોને પણ આકરા તાપે જંગલમાં કે સીમ વિસ્‍તારમાં પાણી માટે દોડતા કર્યા છે. આવો જ એક વિડીયો સામે આવ્‍યો છે. જેમાં પાણી માટે સિંહો નદી કાંઠાની વાડીમાં પાણી પવા માટે પહોંચી ગયા છે.

આ બનાવમાં લીલીયા તાલુકાનાં લોકી ગામની સીમમાં તથા સાવરકુંડલા તાલુકાનાં જુના સાવર ગામની સીમમાં આવેલ શેત્રુંજી નદી કાંઠાનાં વિસ્‍તારમાં એક 6 જેટલાં સિંહોનું ટોળુ દિન-દહાડે પાણીની શોધમાં આવી પહોંચ્‍યું હતું.

અત્રે ઉલ્‍લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલાં પણ ચાર જેટલાં સિંહો પણ પાણીની શોધમાં આ વિસ્‍તારમાં જોવા મળ્‍યા હતા.

ઉનાળાની શરૂઆતથી જ આકરા તડકામાં વન્‍ય પ્રાણીઓ માટે પાણીની શોધ કરવી પડતી હોય, ત્‍યારે ભર ઉનાળે વન્‍ય પશુઓ પાણી માટે વલખા ન મારે તે માટે થઈ જંગલ વિસ્‍તાર તથા સિંહોનાં વસવાટવાળા વિસ્‍તારોમાં પાણીની વ્‍યવસ્‍થા કરવી જરૂરી બની છે.

error: Content is protected !!