Amreli Express

Daily News Papers

સમાચાર

નિવૃત્ત શિક્ષક ઉમાકાંતભાઈ રાજયગુરૂને માતૃભાષા સંવર્ધક પારિતોષિક એનાયત

ડોકટર પ્રતાપભાઈ પંડયા માતૃભાષા સંવર્ધન પારિતોષિક સમારંભ સંસ્‍કાર નગરી ભાવનગરની શ્રેષ્ઠ સંસ્‍કારી સંસ્‍થા શિશુવિહારના સૌમ્‍ય અને સાદગીભર્યા પરિસરમાં આમ્રકુંજમાં કોકિલના ટહુકાભર્યા વાતાવરણમાં શિશુવિહારમાં યોજાયો. પ્રારંભમાં પરમ વધુ છે, દર્શનાબેન ભટ્ટના કર્ણપ્રિય મીઠા ગળાથી પ્રાર્થના રજૂ કરી શાબ્‍દિક સ્‍વાગત અને ભૂમિકા પ્રવિણભાઈ ઠક્કરે રજૂ કરી ઉપસ્‍થિત મહાનુભાવોનું પુસ્‍તક સંપુટથી સન્‍માન કરવામાં આવ્‍યું. ડોકટર પ્રતાપભાઈ પંડયા પ્રેરિત માતૃભાાા સંવર્ધન પારિતોષિક તળાજાના નિવૃત શિક્ષક ભાષાવિદ્‌ ફ્રી ઉમાકાંતભાઈ રાજયગુરુને મોમેન્‍ટો રૂપિયા 11 હજારની રોકડ રાશિ તેમજ પુસ્‍તક સંપૂર્ણથી એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો આ કાર્યક્રમમાં કવિ લેખક અને ચિત્રકાર માધવ રામાનુજ તેમજ કવિ લેખક વિવેચક ટૂંકીવાર્તા કાર હર્ષદ ત્રિવેદી માતૃભાષાના મહત્‍વ વિશે પોતપોતાની આગવી શૈલીમાં વિસ્‍તૃત છણાવટ કરી અમરેલી જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવારના મંત્રી પરેશભાઈ મહેતાએ હર્ષદ ત્રિવેદીનું સન્‍માન કર્યુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં કવિઓ-લેખકો લોકસાીહત્‍યકારો સાહિત્‍યના ભાવકો ભાઈઓ અને બહેનો ભાવપૂર્વક હાજર રહૃાા. અમરેલીથી પરેશભાઈ મહેતતા અમરેલી જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવારના ખજાનચી ઉમેશભાઈ જોશી અમરેલી જિલ્‍લા સાહિત્‍યસર્જકના કેતનભાઈ જોશી ગદ્ય સાહિત્‍ય સભાના ભરતભાઈ ઉપાઘ્‍યાયએ ખાસ આમંત્રિત તરીકે હાજરી આપી સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન પોતાની આગવી શૈલીમાં પરમવિદુષીછાયાબેન પારેખએ પોતાની રસદાર સાહિત્‍યિક શૈલીમાં કહૃાું, આભારદર્શન શિશુવિહારના મંત્રી આદરણીય નાનકભાઈ ભટ્ટે કર્યુ. કાર્યક્રમના અંતે મિસ્‍ટાન અને સ્‍વાદિષ્‍ટ ભોજનનો સ્‍વાદ લઈ સહુ છૂટા પડયા. આ પ્રસંગે પુસ્‍તક પરબના પ્રણેતા ડો. પ્રતાપભાઈ પંડયાની ભાવનગર શહેર, જિલ્‍લાના સર્જકો ભાવકો, પ્રબુઘ્‍ધ નગરજનો શુભેચ્‍છા મુલાકા લઈ તેમની સાહિત્‍ય પ્રોત્‍સાહક પ્રવૃતિઓ માટે અભિનંદન પાઠવ્‍યા હતા.

error: Content is protected !!