Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

મુંબઈ નિવાસી દાતાનાં સહયોગથીઉના-ખાંભા માર્ગ પર વન્‍યપ્રાણીઓ માટે પીવાના પાણી માટે અવેડો બનાવાયો

પ્રાણી પ્રેમીઓ નિયમિત પાણીની વ્‍યવસ્‍થા કરશે

ખાંભા, તા. રપ

ખાંભાના વન્‍ય પ્રાણી વિસ્‍તાર એવા રાહાગાળામાં મુંબઈ નિવાસી દશા શ્રીમાળી નંદલાલ ત્રિકમભાઈ અજમેરા ઘ્‍વારા વન્‍ય પ્રાણી અને પાલતું પ્રાણી અને પક્ષીઓ માટે એકાદ લાખનાં ખર્ચે પાણીનો અવેડો બનાવી બોર સાથે ડંકી અને જનરેટરથી ચાલતા એન્‍જીન સાથે સબ મર્શીબલ ફીટ કરાવી મુંગા જનાવરો માટે પીવાના પાણીની સુવિધા કરવામાં આવી.

ચાલું સાલે ઓછા વરસાદનાં કારણે નદી, સરોવર, ડેમમાં પાણી સુકાઈ જતાં વન્‍ય પ્રાણી અને પાલતું પ્રાણીને પીવાના પાણી નમળતા દરબદર લટકી રહૃાા હોવા છતાં ગુજરાત સરકાર કે વન વિભાગે વન્‍ય પ્રાણીઓને પીવાના પાણીની સુવિધા પુરી પાડી શકતા નથી.

ત્‍યારે ગીરકાંઠાના ખાંભા તાલુકાનાં તુલસીશ્‍યામ રેન્‍જનાં રોઝ, હરણુ, સિંહ, દીપડાને ઘાંસ-પાણી અને શિકાર ન મળતા રોઝ, હરણ જંગલ છોડી રેવન્‍યુ વિસ્‍તારમાં આવી જતાં સિંહો અને દીપડાને પણ જંગલમાં શિકાર ન મળતા તૃણભક્ષી પ્રાણીઓ પાછળા-પાછળ રેવઝયું અને વાડી વિસ્‍તારમાં આવવાની ફરજ પડી છે. વાડીઓમાં પણ પાણીના તળ ઉંડા જતાં રહેતા કુવા-બોર ખાલીખમ્‍મ રહેતા પાણીની તંગી પડતા ખાંભાના રાહાગાળા વિસ્‍તારમાં સિંહો-દીપડા અને તૃલભક્ષી પ્રાણીઓએ રહેણાંક વિસ્‍તાર બનાવતા તેમજ ખાંભાના પાલતું પ્રાણીઓ પણ રાહાગાળા વિસ્‍તારમાં ચરવા આવતા હોવાથી મુળ ખાંભાના અને હાલ મુંબઈ નિવાસી દશશ્રીમાળી એવા જીવદયા પ્રેમી સ્‍વ. નંદલાલભાઈ ત્રિકમભાઈ પરિવાર ઘ્‍વારા રાહાગાળા વિસ્‍તારમાં લાખો રૂપિયાના સ્‍વખર્ચે પ્રાણી-પક્ષીઓને અનુકુળ આવે તેવા બે ફૂટ-દોઢ ફૂટ અને અડધા ફૂટ ઉંડાઈવાળા અવેડા બનાવી બોર કરાવી ડંકી મુકવા સાથે આ વિસ્‍તારમાં વીજલાઈન ન હોવાથી જનરેટર અને ઓઈલ એન્‍જીન મુકાવી સબ મર્સીબલ ફીટ કરાવી પ્રાણી-પશુ- પક્ષીની સુધા છીપાવવાની સુવિધા કરી આપી. ખાંભા ગામને અર્પણ કરી એક જીવદયા પ્રેમીની ફરજબજાવી છે.

ઉના-ખાંભા ઉપર ખાંભાથી બે કિ.મી. દુર બનાવેલ અવેડામાં પાણી ભરવા અને નિયમીત સાફ-સફાઈ ખાંભાના જયસુખભાઈ આંબલીયા તથા યુવા વર્ગ વિનામૂલ્‍યે ફરજ બજાવી ઉમદા મીસાલ પૂરી પાડેલ છે.

error: Content is protected !!