Amreli Express

Daily News Papers

સમાચાર

મગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા

અમરેલી, તા.ર3

ફરજીયાત વીમાના પ્રિમીયમ લેવાની સરકારની સૂચનાનો વિરોધ કરવાવાળા તથા આ નામે ખેડૂતોને ઉશ્‍કેરવા વાળા કોંગ્રેસના ધારાસભ્‍યો, આગેવાનો હવે જયારે અમરેલી જિલ્‍લાના ખેડૂતોનો મગફળીનો વીમો મંજુર થયેલ છે ત્‍યારે અમુક ધારાસભ્‍ય આ વીમો પોતે મંજુર કરાવ્‍યો હોય તેવું ખેડૂતોમાં બતાવતા નીવેદનો અને પ્રચાર કરી રહયા છે અને ફોગટ જશ લેવા પ્રયત્‍નો કરતા હોવાનું સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે.

આ તો વિરોધપક્ષમાં હોઈ તેને માટે ભારે સગવડતાવાળી પઘ્‍ધતિ, જો પાક વીમો મંજુર ન થાય તો આ જ ધારાસભ્‍ય અને તેના સાથીદારો ‘સરકાર પાકવીમો આપતી નથી’ ‘પેલા અ-બ-ક પ્રધાન છે તોય આપણા જિલ્‍લાને વીમો નહી’ વગેરે જેવા નીવેદનો કરી ખેડૂતોને ઉશ્‍કેરે છે. જો પાક વીમો મળે તો પોતાની મહેનતથી અમારા તાલુકાને પાકવીમો મળ્‍યો તેવા મીડીયા મારફતે પ્રચાર કરે છે. જે માત્રફોગટ જશ લેવાનો આયોજન પુર્વકનો પ્રયત્‍ન છે. એટલે આ જિલ્‍લાના જાગૃત ખેડુતો અને સહકારી આગેવાનોની ફરજ છે કે, તેઓ કોઈ ખેડુતો આવી અસરમાં ન આવે અને આમા ભરમાય નહી તે માટે પોતાના લેવલે પ્રચાર કરે અને આવા ધારાસભ્‍યોના નામે આવતા નીવેદનોથી સાવધાન કરે અને ખેડુતોને ખાસ જણાવે કે, જો આપણાં તાલુકામાં વીમો ન આવ્‍યો હોત તો આ જ ધારાસભ્‍યો અને તેના સાથીદારો બધો દોષનો ટોપલો સરકાર પર નાખત અને આવેદનો, રેલીઓ કરત.

સાંસદે વધુમાં જણાવેલ છે કે, હવે પાક વીમો મંજુર થયો છે, તેથી ધારાસભ્‍યો એવા નીવેદનો છપાવે છે કે, આ તાલુકાને ફલાણા ધારાસભ્‍યની મહેનતને કારણે, બીજા તાલુકાને પેલા ધારાસભ્‍યની મહેનતના કારણે પાકવીમો મળ્‍યો છે તેવા નીવેદનો વાહીયાત અને સત્‍યથી વેગળા છે. માત્ર ક્રોપ કટીંગ વખતે ખેતરમાં ઉભા રહેવાની તસ્‍વીર બતાવવાના કારણે પાકવીમો મંજુર નથી થતો. વાસ્‍તવમાં વીમો મેળવવા માટે જરૂરી પાક ધીરાણ, ઓનલાઈન રજિસ્‍ટ્રેશન અને પ્રીમીયમ ભરવું, પાકવીમાની તમામ ડેટા એન્‍ટ્રીઓ તૈયાર કરવી વગેરે જેવી પાયાની કામગીરી અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક અને સાવરકુંડલા માટે ભાવનગર ડી. કો- ઓપ. બેન્‍ક દ્વારા થાય છે. પછી ક્રોપ કટીંગની પ્રક્રીયા પણ આ સહકારી સંસ્‍થાઓ અને જિલ્‍લા ખેતીવાડીઅધિકારી વિભાગ સાથે ગામ લેવલે મંડળીના પ્રમુખ અને સરપંચોની કડીની કામગીરીની મહત્‍વની ભુમીકા હોય છે. છતાં આ મહત્‍વની ભુમીકાવાળી ચેનલમાંથી કોઈપણ તથા જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કના હોદેદારો પણ આવો જશ લેવાનો દાવો કરતા નથી. કારણ કે તેઓ સારી રીતે સમજે છે કે, ખેડુતોને પાકવીમો મળે તે જરૂરી છે. કેમ અને કોના કારણે મળ્‍યો એ જરૂરી નથી.

પરંતુ તાલુકા કે જિલ્‍લામાં પાકવીમો આવે તો પોતાના નામે અને પોતાના કારણે મળ્‍યો તેવુ બતાવવા આગળ આવવાના નીવેદનો અને પ્રચાર કરાવવો અને જો ન મળે તો સરકાર કે સરકાર પક્ષવાળા ઉપર ઢોળવું. તે પઘ્‍ધતી સામે ખેડુતોને જાગૃત કરવાનું કામ જિલ્‍લાના સહકારી આગેવાનો, મંડળીના પ્રમુખો, સરપંચો અને જાણકારો કરે તે ખેડુતોના અને સત્‍યના હીતમાં છે.

જિલ્‍લાના જાણકાર સહકારી અને ખેડુત આગેવાનોએ આવા લોકોને પુછવુ જોઈએ કે ઓનલાઈન રજિસ્‍ટ્રેશન, જે પાક વીમાની પાયાની કામગીરી છે તેને આધારે જ વીમા કલેઈમ નકકી થાય છે તે વધુમાં વધુ થાય તે માટે તમે શું કર્યુ ? તે વખતે તમે અને તમારા સાથી મિત્રો તો સરકારની ફરજીયાત પાકવીમા પ્રીમીયમ લેવાની સુચનાનો વિરોધ કરતા હતા અને ખેડુતોમાં પાક વીમો ફરજીયાત કરવુ એ તાનાશાહી કહેવાય, ન ચાલે, ફરજીયાત પ્રીમીયમ લેવાનુ સરકારનુંખોટુ છે વગેરે રીતે અપપ્રચારથી ખેડુતોને ઉશ્‍કેરતા હતા. આ તો સારૂ છે કે અમરેલી જિલ્‍લા મ.સ. બેન્‍ક અને અન્‍ય ધીરાણ કરતી રાષ્‍ટ્રીયકૃત બેન્‍કોએ ફરજીયાત પ્રીમીયમ લીધા અને એના કારણે જે કાઈ મળ્‍યુ છે તે મળ્‍યુ. નહી તો આનાથી પણ ઓછુ મળત અને હજારો ખેડુતો વંચીત રહેત. એટલે ખરેખર સરાહનીય કામગીરી તો જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક, ધીરાણ કરતી અન્‍ય બેન્‍કો અને મંડળીઓ સહીત સહકારી સંસ્‍થાઓની છે અને તેઓના અધિકાર છે કે, જે કાઈ મળ્‍યુ છે તે તેમને લેવલેથી થયેલ પાયાની કામગીરી અને પ્રયત્‍નને કારણે થયુ છે જે નિર્વિવાદ હકીકત છે. જેની નોંધ સૌ ખેડુત ભાઈઓ લે અને સૌ આગેવાનો મળીને હજુ પણ ખેડુતોને માટે વધુમાં વધુ શું લાભદાયી થઈ શકે તે માટે જરૂરી કાર્યવાહી કરે તે આવકાર્ય છે.

error: Content is protected !!