Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

લાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ

અમરેલીની રવિવારી બજારનું સ્‍થળાંતર કરો

અમરેલી, તા. ર3

અમરેલી શહેરનાં લાયબ્રેરી માર્ગ પર દર રવિવારે ભરાતી બજારથી ટ્રાફીક સમસ્‍યા વિકરાળ સ્‍વરૂપ ધારણ કરતી હોય પાલિકા અને પોલીસ વિભાગ ઘ્‍વારા યુઘ્‍ધનાં ધોરણે રવિવારી બજારનું સ્‍થળાંતર કરવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહૃાાં છે.

શહેરની બહેનોની બજાર ગણાતા હરિરોડ પર જવું હોય કે લાયબ્રેરીમાં જવું હોય કે પછી રામજી મંદિર કે શાકમાર્કેટ જવું હોય શહેરીજનોને અચુક ટ્રાફીકથી ધમધમતા માર્ગ પરથી પસાર થવું પડે છે અને ચીલ ઝડપની પણ સમસ્‍યાનો સામનો કરવો પડે છે.

અમરેલીનાં એસપી, એએસપી હાલ સરસ મજાની કામગીરી કરી રહૃાાં છે. ત્‍યારે શહેરની મહિલાઓ ઈચ્‍છી રહી છે કે,રવિવારી બજારનું પણ પોલીસ અધિકારીઓએ સ્‍થળાંતર કરાવવું જોઈએ.

છેલ્‍લા પાંચ વર્ષથી રવિવારી બજારને લઈને ટ્રાફીક સમસ્‍યા ઉભી થતી હોય પાલિકાનાં શાસકોએ પણ ગંભીરતા દાખવવી જરૂરી છે.

error: Content is protected !!