Amreli Express

Daily News Papers Amreli

પોલીસ સમાચાર

ધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ

એલસીબી તથા નાગેશ્રી પોલીસે સપાટો બોલાવ્‍યો

અમરેલી, તા. ર3

ગત તા. ર1નાં રોજ રાત્રીના સાડા દસેક વાગ્‍યે અમરેલી જીલ્‍લાનાં જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામે એક આધેડની હત્‍યા થયેલ. આ કામે ફરિયાદી કાળાભાઈ ગીગાભાઈ ડોળાસીયા નામના 80 વર્ષીય વૃઘ્‍ધે રહે. ધોળાદ્રીવાળાએ ફરિયાદ આપેલ કે, પોતાના દિકરા મરણ જનાર મધાભાઈ કાળાભાઈ ડોળાસીયા રહે. ધોળાદ્રીવાળાની દીકરી દયુબેનને આજથી આશરે એકાદ મહિના પહેલાનાગેશ્રીના જુના પાદર મુકામે રહેતો ભીમાભાઈ ચીનાભાઈ સોલંકી ભગાડી લઈ ગયેલ હોય અને દયુબેનને ભગાડી જવામાં જગાભાઈ માલાભાઈ બારૈયા રહે. ધોળાદ્રીવાળાએ સહકાર આપેલ હોય. જેથી પોતે તથા પોતાના દિકરા મધાભાઈએ જગાભાઈ માલાભાઈ બારૈયાને ઠપકો આપતા આરોપી માલાભાઈ પૂંજાભાઈ બારૈયા તથા જગાભાઈ માલાભાઈ બારૈયા રહે. ધોળાદ્રી     વાળાએ પોતાના દિકરા મધાભાઈ          કાળાભાઈને લાકડીઓ વતી આડેધડ માર મારી માથાના ભાગે જીવલેણ ઘા મારી ગંભીર ઈજાઓ કરી હત્‍યા કરી નાખેલ હતી.

આ બનાવ અંગે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયએ ઉપરોકત ખૂનના ગુન્‍હાના આરોપીઓ કે જે ગુન્‍હો કરી નાસી ગયેલ હોય તેમને સત્‍વરે પકડી પાડવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્‍વયે અમરેલી એલસીબી તથા નાગેશ્રી પોલીસના એસ.આર. મેઘાણી તથા એલસીબી/નાગેશ્રી પોલીસ ટીમે મરણ જનાર મધાભાઈ કાળાભાઈ ડોળાસીયા રહે. ધોળાદ્રીવાળાનું મોત નિપજાવનાર આરોપીઓ અંગે તપાસ કરી તેમને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં માલા પૂનાભાઈ ઉર્ફે પૂંજાભાઈ બારૈયા તથા જગદીશ ઉર્ફે જગો માલાભાઈ બારૈયાને ઝડપી લીધા હતા.

error: Content is protected !!