Amreli Express

Daily News Papers Amreli

પોલીસ સમાચાર

અમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી

જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ર્ેારા

અમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી

આથાના, કબ્‍જાનાં તથા ઈંગ્‍લીશ દારૂ મળી 109 કેસ નોંઘ્‍યા

અમરેલી, તા. ર3

અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ર્ેારા દરરોજ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતાં શખ્‍સો ઉપર તૂટી પડવાનાં આપેલ આદેશ બાદ અમરેલી જિલ્‍લા પોલીસ કોઈની પણ શેહ શરમ રાખ્‍યા વિના છાપેલ કાટલા સામે કાયદેસરકાર્યવાહી હાથ ધરી છે. ત્‍યારે ધુળેટીનાં દિવસ માત્ર 68 નશાખોરને ઝડપી લીધા બાદ બીજા દિવસે શુક્રવારે પણ પોલીસે રાજાપાઠમાં ફરતાં શખ્‍સો સામે કાર્યવાહી ચાલુ રાખી હતી.

અમરેલી જિલ્‍લામાં શુક્રવારનાં રોજ અલગ અલગ પોલીસ સ્‍ટેશનમાં કુલ નશો કરેલી હાલતમાં ફરી રહેલા 76 ઈસમો સામે પોલીસ કેસ કરી દેવામાં આવ્‍યા હતા. જયારે દેશી દારૂની હેરફેર કરતાં 19 જેટલાં શખ્‍સો સામે કબજાનાં કેસ કરવામાં આવ્‍યા હતા જયારે દેશી દારૂ બનાવવાનાં આથા 1ર કેસ નોંધવામાં આવ્‍યા હતા જયારે વિદેશી દારૂના પણ બે કેસ મળી કુલ એક જ દિવસમાં 109 જેટલાં કેસ કરવામાં આવતાં દારૂનાં ધંધા સાથે સંકળાયેલા શખ્‍સોમાં વ્‍યાપક ફફડાટ ફેલાયો છે.

error: Content is protected !!