Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું

શહેરની દોઢ લાખની જનસંખ્‍યાની પરેશાની કોઈને નજરે ચડતી નથી

અમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું

માર્ગો બનાવવાનું શરૂ થયું નથી એટલે કયારે પૂર્ણ થશે તે પણ કહી શકાય તેમ નથી

આધુનીક ટેકનોલોજીનાં યુગમાં માર્ગો બનાવવામાં મહિનાઓ પસાર થતાં હોય શહેરીજનોમાં રોષ

અમરેલી, તા. ર3

અમરેલીનાં શહેરીજનો છેલ્‍લા એકાદ વર્ષથી બિસ્‍માર માર્ગોથી ત્રાહીમામ પોકારી ચુકયા છે. શહેરીજનોએ ધરણા, રેલી, શહેર બંધ સહિતનાં આંદોલનાત્‍મક કાર્યક્રમો કર્યા છતાં પણ શાસકોને માર્ગ બનાવવાની કોઈ ઉતાવળ જોવા મળતી નથી.

શહેરમાં માર્ગો બનાવવા માટે જરૂરી નાણાની વ્‍યવસ્‍થા થઈ ગઈ છે. ટેન્‍ડર પ્રક્રિયા અને ખાતમુર્હુત જેવી વિધિ પણ થઈ ચુકી છે. તાજેતરમાં રાજય સરકારે વધારાની રૂપિયા 10 કરોડ જેવી રકમ મંજુર કરી દીધી છે. કાગળ પર સુપર ચિત્ર રજુ થાય છે પરંતુ શહેરમાં માર્ગો બનાવાતા નથી તે પણ હકીકત  છે.

શહેરનો લાયબ્રેરી માર્ગ, સ્‍ટેશ માર્ગ, પોસ્‍ટ ઓફીસ માર્ગ, ટાઉન હોલ માર્ગ, જિલ્‍લા પંચાયત માર્ગ, માર્કેટયાર્ડ માર્ગ સહિતનાં મહત્‍વનાં અનેક માર્ગો આજે પણ બિસ્‍માર હાલતમાં જોવા મળી રહૃાા છે. શહેરમાં ઉડતી ધુળથી શહેરીજનોનાં આરોગ્‍ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. બિસ્‍માર માર્ગોને લઈને અકસ્‍માતનું પણ પ્રમાણ વધી રહૃાું છે.વાહનોની હાલત પણ કફોડી બની છે છતાં પણ રાજકીય આગેવાનો વિકાસનાં ગાણા ગાવામાંથી નવરા પડતા નથી. ભાજપનાં સમર્થનથી ચાલતી કોંગી અસંતુષ્ઠોની પાલિકાનાં શાસકોની અણઆવડત, બેદરકારીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ચુકયા છે.

error: Content is protected !!