Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા

વર્તમાન સાંસદની કામગીરીને અનુલક્ષીને ઉમેદવાર બનાવાયા

અમરેલી, તા.ર3

અંતે અમરેલી લોકસભા બેઠક માટે ભાજપે પુનઃ વર્તમાન સાસંદ નારણભાઈ કાછડીયા પર પસંદગીનો કળશ ઢોળ્‍યો છે. અને સાસંદ જો વિજેતા થશે હેટ્રીક કરશે.

આજે મોડી સાંજે નવી દિલ્‍હી ખાતેથી નારણભઈ કાછડીયાના નામની જાહેરાત થતાં જિલ્‍લાનાં ભાજપીઓમાં હરખની હેલી ચડી છે. અને સાસંદને શુભેચ્‍છા પાઠવવામાં આવી          રહી છે.

ભાજપના ઉમેદવારને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર પરેશ ધાનાણી સામે ટક્કર થવાની શકયતાઓ જોવા મળી રહી છે.

error: Content is protected !!