Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન

પોલીસ વિભાગમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર

અમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન

અમરેલી, તા. ર3

અમરેલીમાં રહેતા અન નિવૃત પોલિસ કર્મીની રકતદાતા તરીકે રાજયના રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રી ર્ેારા ભવ્‍ય સન્‍માન કરી અભિનંદન પાઠવ્‍યા હતા. અમરેલીમાં ચિતલ રોડ પર શ્રીરંગ સોસાયટીમાં રહેતા નિષ્ઠાવાન પોલીસ કર્મી હનુભાઈ વાળા પોતાની પોલીસ તરીકે ફરજ નિષ્ઠાવાન તરીકે બજાવી નિવૃત થયા છે અને પોલીસની નોકરીમાંથી નિવૃત થયા પછી પણ પોતાની સમાજિક જવાબદારી બજાવી રહૃાા છે. તેઓ સતત લોકઉપયોગી કાર્યો અને વિવિધ સેવાઓ બજાવી પોતાની માનવીય ફરજ બજાવી રહૃાા છે.

પોલીસકર્મી હનુભાઈ વાળા રકતદાનનેઉત્તમદાન ગણી સતત રકતદાન કરી રહૃાા છે. તેઓએ અત્‍યાર સુધીમાં 14પ વખત રકતદાન કરી મહાન રકતદાતા તરીકે ઓળખવામાં આવી રહૃાા છે. જાહેર કેમ્‍પો તેમજ દવાખાનામાં જયારે પણ લોહીની જરૂર પડે ત્‍યારે ચોક્કસ હનુભાઈ દોડી જાય અને રકતદાન કરે છે. ત્‍યારે તેમની સેવાની નોંધ રાજય સરકાર ર્ેારા લેવામાં આવી હતી અને થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે રાજભવનમા રાજયપાલ ઓ. પી. કોહલી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલનાં વરદ હસ્‍તે હનુભાઈ વાળાને સન્‍માનપત્ર એનાયત કરી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

error: Content is protected !!