Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક કોમર્સ અને સાયન્‍સ વિભાગ ર્ેારા ક્રાંતિકારી વીર ભગતસિંહની પૂણ્‍યતિથી આજરોજ તા.ર3/03 /ર019ને શનિવારનાં રોજ ઉજવણી કરવામાં આવી હતી. અમારી શાળાના કેમ્‍પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અર્પણ કરેલ તેમજ કોલેજ સર્કલે આવેલ વીર ભગતસિંહ, સુખદેવ ક્રાંતિકારી શહિદ વીરોને ફુલહાર અર્પણ કરી અને સુતરની આંટી પહેરાવી હતી. આજના દિવસને શહિદ દિન તરીકે દેશ મનાવે છે. દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનાર વીર સપૂતોને યાદ કરવાનો દિન છે.ભગતસિંહ, રાજયગુરૂ અને સુખદેવને આજના દિવસે ફાંસીને માચડે ચડાવ્‍યા હતા. વિદ્યાસભા પરિવાર ર્ેારા રાષ્‍ટ્રીય પર્વોની સાથે વીર જવાનોની પૂણ્‍યતિથી યાદ કરી ભારતના નાગરિકને તેના જીવન અને વિચારોથી પ્રેરણા મળે તે માટે આ દિવસને ઉજવવામાં આવે છે.

error: Content is protected !!