Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

ચલાલાનાં પ્રવેશદ્વાર નજીકથી ધૂળની ઢગલાઓ દૂર કરીને પાલિકામાં શાસકોએ ઉમદા કાર્ય કર્યું

માર્ગ-મકાન વિભાગની કામગીરી પાલિકાએ કરી બતાવી

ચલાલાનાં પ્રવેશદ્વાર નજીકથી ધૂળની ઢગલાઓ દૂર કરીને પાલિકામાં શાસકોએ ઉમદા કાર્ય કર્યું

ટ્રાફિકથી ધમધમતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ખુશ થયા

ચલાલા, તા.ર3

અમરેલી હાઈ-વે રોડ પર ચલાલાના વતની હાલ નવસારી રહેતા એક દાતાના અનુદાનથી ચલાલા શહેરને ચલાલા- અમરેલી રોડ પર રિલાયન્‍સ પેટ્રોલ પંપ પાસે સુંદર કલાત્‍મક પ્રવેશદ્વાર ચલાલા શહેરની સુંદરતા વધારવા માટે એકમહિના પહેલા રૂા. 1પ લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે.

આ પ્રવેશદ્વાર બનાવવાની કામગીરી દરમિયાન બન્‍ને સાઈડ સાવ તૂટી ગઈ હતી. તેમજ રોડની બન્‍ને સાઈડ પર ધૂળના ઢગલા તેમજ પાણા, રેતી, ઈંટોની આડશ દૂર કર્યા વગર કોન્‍ટ્રાકટર જતા રહયા બાદ છેલ્‍લા એક મહિનાથી નાના-મોટા વાહનોને આ પ્રવેશદ્વાર પાસેથી પસાર થવું એ માથાના દુઃખાવા રૂપ હતું. એક મહિનાથી પ્રવેશદ્વારની બન્‍ને સાઈડ રોડની તૂટી ગઈ હોય બન્‍ને સાઈડ પથ્‍થર, ઈંટો, ધૂળના ઢગલા હોય, હજારો વાહન ચાલકો યાતના ભોગવી રહયા હોય છતાં આ કુંભકર્ણ જેવા આર.એમ.બી. જિલ્‍લા તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નહીં કરતા આખરે ચલાલા નગરપાલિકાના યુવાન, ઉત્‍સાહી પ્રમુખ હિંમતભાઈ દોંગાએ નગરપાલિકાના જે.સી.બી. અને ટ્રેકટર સાથે રાખી ધોમધખતા તાપમાં ચાર કલાક માથે ઉભા રહી બન્‍ને સાઈડમાં માટી પુરાવી બન્‍ને સાઈડો સરખી કરાવતા વાહન ચાલકોમાં આનંદ સાથે સંતોષની લાગણી વ્‍યકત કરેલ છે. જે કામ આર.એમ.બી. જિલ્‍લા તંત્રે કરવાનું હતું તે કામ ચલાલા નગરપાલિકાના પ્રમુખ હિંમતભાઈ દોંગાએ કરી હજારો વાહન ચાલકોની સમસ્‍યા દૂર કરાતા વાહન ચાલકોમાં પ્રમુખ હિંમતભાઈ દોંગાના કામની પ્રશંસા થઈ રહી છે. હાઈ-વે રોડ પર જમા પુલ, નાળા અને આર.એમ.બી. તંત્રની આવી પરિસ્‍થિતિનું નિર્માણ થાય છે.જેના કારણે હજારો વાહન ચાલકો હેરાન થતા હોય છે. આ બાબતે આર.એમ.બી. તંત્રએ જાગૃત થવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!