Amreli Express

Daily News Papers Amreli

પોલીસ સમાચાર

જાફરાબાદનાં ધોળાદ્રી ગામે આધેડને માથામાં લાકડી ઝીંકી દઈ હત્‍યા કરી નાખતા ખળભળાટ

છોકરી ભગાડી જવાના મુદ્યે ઠપકો આપતાં

જાફરાબાદનાં ધોળાદ્રી ગામે આધેડને માથામાં લાકડી ઝીંકી દઈ હત્‍યા કરી નાખતા ખળભળાટ

તે જ ગામે રહેતા 3 શખ્‍સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

અમરેલી, તા.રર

જાફરાબાદ તાલુકાના    ધોળાદ્રી ગામે રહેતા અને મજૂરી કામ કરતાં કાળાભાઈ ગીગાભાઈ ડોળાસીયા નામના 80 વર્ષીય વૃઘ્‍ધના પુત્ર મઘાભાઈની દીકરીને નાગેશ્રી ગામે રહેતો ભીમા ચીનાભાઈ સોલંકી નામનો ઈસમ ભગાડી ગયેલ હોય, આ કામે ધોળાદ્રી ગામે રહેતા જગાભાઈ માલાભાઈ બારૈયાએ મદદ કરી હોવાની શંકા રાખી મઘાભાઈ કાળાભાઈ ડોળાસીયાએ તેમને ઠપકો આપેલ તે વાતનું મનદુઃખ રાખી તા.ર1ના રાત્રીના સમયે સાડા દસેક વાગ્‍યાના સુમારે માલાભાઈ પુંજાભાઈ બારૈયા, જગાભાઈ માલાભાઈ બારૈયા તથા મનસુખભાઈ માલાભાઈબારૈયાએ કાવત્રુ રચી સમાન ઈરાદો પાર પાડવા માટે થઈ માધાભાઈ ડોળાસીયા સાથે બોલાચાલી કરી જગાભાઈએ ઉશ્‍કેરાઈ જઈ લાકડી વડે માથામાં ગંભીર ઈજા કરી માધાભાઈનું મોત નિપજાવી દીધાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાતા પી.એસ.આઈ. એસ.આર. મેઘાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!