Amreli Express

Daily News Papers Amreli

પોલીસ સમાચાર

અમરેલી જિલ્‍લામાં અલગ અલગ 4 જુગારનાં દરોડા દરમિયાન 18 બાજીગરોને પોલીસે ઝડપી લીધા

જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સુચનાથી

અમરેલી જિલ્‍લામાં અલગ અલગ 4 જુગારનાં દરોડા દરમિયાન 18 બાજીગરોને પોલીસે ઝડપી લીધા

રોકડ રકમ સહિત રૂા. 1.17 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે લીધો

અમરેલી, તા. રર

અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સુચનાથી અમરેલી જિલ્‍લામાં 4 અલગ અલગ જગ્‍યાએ પોલીસે જુગાર અંગેના દરોડા કરી 18 ઈસમોને રોકડ રકમ સહિત રૂા. 1.17 લાખનાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પ્રથમ બનાવમાં ખાંભા ગામે રહેતાં જયદિપભાઈ ધર્મેશભાઈ સોજીત્રા સહિત 4 શખ્‍સોને જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રૂા. 1130ની મત્તા સાથે ઝડપી લીધા હતા.

સાવરકુંડલા ગામે સુડલીયાવાસમાં તેજ ગામે રહેતાં નિલેશ અશોકભાઈ રાજપરીયા સહિત પ ઈસમો પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા. 37ર0ની મત્તા સાથે ઝડપી લીધા હતા.

મહુવાનાં ભાણવડ ગામે તેજ ગામે રહેતાં કથુભાઈ બચુભાઈ ભુકણ સહિત પ ઈસમો જાહેરમાં તીનપતીનોજુગાર રમતાં હોય ડુંગર પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા. 139ર0, મોબાઈલ ફોન-પ કિંમત રૂા. રપ00 તથા મોટર સાયકલ નંગ-3 કિંમત રૂા. 70 હજાર મળી કુલ રૂા. 86430નાં મુદામાલ સાથે પ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.

છેલ્‍લા બનાવમાં બગસરા ગામે રહેતાં અહેજાજ ઉર્ફે ઈંડો ફીરોજભાઈ કુંડલીયા સહિત 4 ઈસમો બગસરા ગામે જાહેરમાં પૈસાની હાર-જીતનો જુગાર રમતા હોય પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા. 3પ70, મોટર સાયકલ-ર કિંમત રૂા. રર હજાર મળી કુલ રૂા. રપપ70ની મત્તા સાથે 4 ઈસમોને ઝડપી લીધા હતા.

error: Content is protected !!