Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી ડેપોના ટ્રાફિક કંટ્રોલર નિલેશ સોલંકીનું ત્રીજી વખત સન્‍માન

અમરેલી, તા.રર

સમગ્ર ગુજરત એસ.ટી.માં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ પાલન સાથે એકી સાથે બે ખિસ્‍સાકાતરૂઓ રંગેહાથે પકડી પોલીસને સુપ્રત કર્યા હોય અને એક આદિવાસી મહિલાને રાત્રિના સમયે આવરા તત્‍વો ઉપાડી જતા બજ નજરે જોતા જ પોતાના જાનના જોખમે આદિવાસી બહેનનીશિયાળ અને જિંદગી બચાવી લીધેલ હોય તેવા પ્રશંસનીય કાર્યથી પ્રસિઘ્‍ધી મેળવી હોય તેવા આંગળીના વેઢે ગણાય તેવા જવામર્દ કર્મચારી તરીકે સેવા આપનાર નિલેશભાઈ સોલંકીને સમગ્ર ગુજરાત એસ.ટી.માં ઘરેણા સમાન છે. એસ.ટી.ડેપોની હદમાં કોઈપણ પેસેન્‍જર અબાલ-વૃઘ્‍ધ અને કશી જ મુશ્‍કેલી ન પડે તેવી ઝીણામાં ઝીણી તકેદારી રાખી એમ કહી શાય તેની આવી સેવની નોંધ લઈ અગાઉ બે વખત રાજય કક્ષાએ એસ.ટી.વિભાગના એમ.ડી. સોનલબેન મિશ્રા અને જનરલ મેનેજર વાઘેલના હસ્‍તે રોકડ પુરસ્‍કાર અને સન્‍માન પત્ર તાજેતરમાં ત્રીજી વખત અર્પણ થતા સોલંકીએ અમરેલીનું ગૌરવ વધારતા ઉપસ્‍થિત વિશાળ સમુદાયે ધન્‍યવાદ આપ્‍યા.

error: Content is protected !!