Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીમાં સંવેદનગ્રૃપ દ્વારા પ4મું નેત્રદાન લેવાયું

અમરેલી, તા. રર,

અમરેલીની જાણીતી સેવાભાવી સંસ્‍થા સંવેદન ગૃ્રપ દ્વારા અમરેલીના જેસીંગપરા વિસ્‍તારમાં વસતાં વલ્‍લભભાઈ ખોડાભાઈ ગંગેરા (ઉ.વ.89)નું તા.ર0/3, ને ગુરૂવારના રોજ અવસાન થતાં તેમના વારસદાર પુત્રો જયંતીભાઈ, ઘનશ્‍યમાભાઈ, પ્રવિણભાઈ, ભરતભાઈ તથા પૌત્રો રોહિત તથા પ્રકાશ ગંગેરાએ સ્‍વ. વલ્‍લભબાપાના ચક્ષુદાનનો નિર્ણય કર્યો અને સંવેદન ગૃ્રપને જાણ કરી. આ ચક્ષુદાન સ્‍વીકારવા માટે રાત્રે બાર વાગ્‍યે સંવેદનગૃ્રપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્‍યાસ તેમની પુત્રી ક્રિષા વ્‍યાસ, સિઘ્‍ધાર્થ તથા મોહસીન બેલીમે સેવા આપી હતી. ગંગેરા પરિવાર સમયસરની જાગૃતિથી બે અંધજનોના જીવનમાં રોશની લાવવા નિમિત બનશે. તેમ સંસ્‍થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્‍યું છે.

error: Content is protected !!