Amreli Express

Daily News Papers

સમાચાર

સારંગપુરમાં ઉજવાયો ભવ્‍ય ફૂલદોલ ઉત્‍સવ

ભગવાન સ્‍વામિનારાયણ અને પ્રમુખસ્‍વામી મહારાજ જેવા મહાન સંતની ચરણરજથી પાવન થયેલ સારંગપુર ગામમાં છેલ્‍લા ર00 વર્ષથી ફૂલદોલ ઉત્‍સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્‍વવંદનીય પ.પૂ. મહંતસ્‍વામી મહારાજ ર્ેારા આ ઉત્‍સવ ભવ્‍યતાપૂર્વક ઉજવવામાં આવ્‍યો. જેમાં દેશપરદેશથી પ0 હજારથી વધુ ભકતો અને 700થી વધુ સંતો લાભ લેવા પધાર્યા હતા. વિશ્‍વવિખ્‍યાત બનેલ સારંગપુરના પુષ્‍પદોલોત્‍સવની ગઈકાલે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી જ સમગ્ર સારંગપુર ગામ હિલોળે ચઢયું હતું. હરિભકતોના વિશાળપ્રવાહથી ગામની ગલીઓ ઉભરાતી હતી. મંદિર પરિસરમાં ચારે તરફ માનવ મહેરામણ નજરે ચઢતું હતું. જેમાં પરદેશથી આવનારા હરિભકતોની સંખ્‍યા પણ ખૂબ મોટી હતી. અમેરિકા, ઈંગ્‍લેંડ, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, ન્‍યુઝીલેન્‍ડ, કેનેડા, વગેરે અનેક દેશોના હરિભકતો પણ ઉત્‍સાહપૂર્વક પધાર્યા હતા. ઘણા હરિભકતો વિશેષ ભકિત અર્પણ કરવા પદયાત્રા અને સાયકલયાત્રા કરીને પણ આવ્‍યા હતા. આટલી મોટી સંખ્‍યામાં આવનારા હરિભકતોની સુચારુ વ્‍યવસ્‍થા માટે 30 સેવા વિભાગોમાં 10 હજાર સ્‍વયંસેવકો ખડે પગે હાજર હતા. સૌ ભકતો સ્‍વામિનારાયણ મંદિરમાં દર્શન કરી બીએપીએસ વિદ્યામંદિરની બાજુમાં આવેલ વિશાળ પ્રાંગણમાં પ્રવેશતા હતાં. ત્‍યાં 10 લાખ ચોરસફુટ ભૂમિને સ્‍વચ્‍છ અને સમથળ કરી સભામંડપ રચવામાં આવ્‍યો હતો. જેમાં 100×40×40 ફૂટનો ભવ્‍ય કલાત્‍મક મંચ દર્શનીય હતો. આ મંચ પણ વચનામૃત ર્ેિશતાબ્‍દી મહોત્‍સવને અનુરૂપ ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્‍યો હતો. સૂર્યાસ્‍ત પામતા સૂરજની સાથે સાંજે પોણા પાંચ વાગ્‍યે ફૂલદોલ ઉત્‍સવની સભાની શરૂઆત થઈ ત્‍યારે સભા સ્‍થળ ભકતો-ભાવિકોથી ઉભરાતું હતું. ભગવાન સ્‍વામિનારાયણની પરાવાણીનો ગ્રંથ વચનામૃત, તેને આ વર્ષે ર00 વર્ષ પૂર્ણ થતા હોઈ સંસ્‍થા ર્ેારા વચનામૃત ર્ેિશતાબ્‍દી મહોત્‍સવ સમગ્ર વર્ષ દરમિયાન ઉજવવાનો છે, તે જ નિમિતે આ સભાનોવિષય પણ ભવચનામૃતના રંગોભ હતો. આ જ વચનામૃત ગ્રંથના કેટલાક દિવ્‍ય જીવન સંદેશોને લક્ષ્યમાં રાખીને પૂ. નારાયણમૂનિ સ્‍વામી, પૂ. ઘનશ્‍યામચરણ સ્‍વામી, પૂ. આનંદસ્‍વરૂપ સ્‍વામી, પૂ. વિવેકસાગર સ્‍વામી, પૂ. ઈશ્‍વરચરણ સ્‍વામી અને પૂ. ડોકટર સ્‍વામીએ પ્રેરક પ્રવચનો કર્યા હતા. જેમાં વચ્‍ચે-વચ્‍ચે બીએપીએસ વિદ્યામંદિર અને બોટાદના બાળકોએ સુંદર ભકિતનૃત્‍ય રજૂ કર્યા હતા. અંતે પ.પૂ. મહંતસ્‍વામી મહારાજે આશીર્વચન ઉચ્‍ચારતા કહૃાું હતું કે, હભસંતો-ભકતો સર્વે દિવ્‍ય છે. આ મર્મની વાત જે કોઈ ધારે, સમજે ને વિચારે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે ને આઠે પહોર તેનો આનંદ ટળતો નથી. આપણે ભગવાન અને સંતના સંબંધમાં આવેલ સર્વેને દિવ્‍ય જોવા. દિવ્‍યભાવના રંગથી આપણે આ ફુલદોલનો ઉત્‍સવ ઉજવવો.ભભ ત્‍યારબાદ મહોત્‍સવની ચરમસીમારૂપ ભભફૂલોી હોલીભભની શરૂઆત થઈ. જેમાં સૌપ્રથમ પ.પૂ. મહંતસ્‍વામી મહારાજે હરિકૃષ્‍ણ મહારાજને પુષ્‍પપાંખડીઓથી વધાવ્‍યા. પ્રતિવર્ષ પાણીથી થતા રંગોત્‍સવની પરંપરા હોવા છતાં આ વર્ષે વરસાદની ખેંચને લીધે પાણીની અછતની વર્તમાન પરિસ્‍થિતિને ઘ્‍યાનમાં રાખીને મહોત્‍સવના આયોજકો ર્ેારા પુષ્‍પોનો ઉત્‍સવ કરી સમાજ માટે પાણીના બચાવનું પ્રેરક ઉદાહરણ પુરું પાડવામાં આવ્‍યું હતું. પ.પૂ.મહંતસ્‍વામી મહારાજે પધારનાર હજારો સંતો ભકતોપર પુષ્‍પ વર્ષા શરૂ કરી. સભાસ્‍થળમાં ઠેર ઠેર વિવિધ રંગો ઉડાડવામાં આવ્‍યા એટલે સમગ્ર માહોલ વિવિધ રંગોના મિશ્રણથી ભરાઈ ગયો. રંગીન સંઘ્‍યાના આ રંગોત્‍સવમાં હરિભકતો પંકિતબઘ્‍ધ થઈ આનંદમાં ઝૂમતાં ઝૂમતાં સ્‍વામીની સન્‍મુખ આવતા હતા. સભાવ્‍યસ્‍થાના સૂક્ષ્મ આયોજનને લીધે કોઈ પણ પ્રકારની ધક્કામૂકી કે ધમાલ વગર સૌ ભકતો શાંતિ અને આનંદ સાથે પ.પૂ. મહંતસ્‍વામી મહારાજના હસ્‍તે ફૂલોથી રંગાઈને વિદાય થતા હતા. અંતે સૌને ગરમાગરમ પ્રસાદ વહેંચવામાં આવતો હતો. સૌના મુખ પર અનેરો આનંદ હતો. સમગ્ર પરિસરમાં ઉત્‍સાહ, ઉમંગ ને દિવ્‍યતાના તરંગો ઝિલાઈ રહૃાા હતા. આમ પ.પૂ. મહંતસ્‍વામી મહારાજના આશીર્વાદથી અને કુશળ આયોજનથી આ મહોત્‍સવ સફળતાપૂર્વક સંપન્‍ન થયો.

error: Content is protected !!