Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અંતે ચાવંડ નજીક પસાર થઈ રહેલ ઈનોવા કારમાં રહેલ રૂપિયા રપ લાખ કાયદેસરનાં નીકળ્‍યા

ચૂંટણીને અનુલક્ષીને હાઈ-વે પર ચેકીંગ દરમિયાન મળી આવ્‍યા હતા

અંતે ચાવંડ નજીક પસાર થઈ રહેલ ઈનોવા કારમાં રહેલ રૂપિયા રપ લાખ કાયદેસરનાં નીકળ્‍યા

રૂપિયા 10 લાખ ઉપરાંતની રકમ અંગે આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી

અમરેલી, તા.18

આગામી લોકસભાની ચૂંટણીઓમાં ઉમેદવારો દ્વારા મતદારોને અથવા કોઈને પણ લાલચ પ્રલોભનનાં અથવા ભેટસોગાદો આપી લલચાવવામાં ન આવે અને લોકશાહીનું આ પર્વ નિષ્‍પક્ષ અને સ્‍વતંત્ર રીતે યોજાય અને મજબૂત સરકાર બને તે માટે થઈ ચૂંટણી પંચ દ્વારા બેંકોમાં નાણાની લેવડ-દેવડ ઉપર તંત્ર ચાંપતી નજર રાખી રહયું છે. બેન્‍કમાં રૂા. 1 લાખથી વધુના શંકાસ્‍પદ ટ્રાન્‍ઝેકશનની વિગતો બેન્‍કો પાસેથી ચૂંટણી પંચ મંગાવશે તથા રૂા. 10 લાખથી વધુના ટ્રાન્‍ઝેકશનોની વિગતો આવક-વેરા વિભાગના નોડલ અધિકારી અને કલેકટર દ્વારા જણાવાયું છે.

ત્‍યારે અમરેલી જિલ્‍લામાં અનેક જગ્‍યાઓ ઉપર ચૂંટણીના અનુસંધાને ચેકપોસ્‍ટ પણ શરૂ કરવામાં આવેલ છે. ત્‍યારે શનિવારે અમરેલી જિલ્‍લાના ચાવંડ ચેક પોસ્‍ટ ઉપર એક ઈનોવા કારમાં એક કોટન મીલના રૂા. રપ લાખ રોકડ ભરીને નીકળતા ચેક પોસ્‍ટ ઉપર તેમની તપાસ કરવામાં આવતા રૂપિયા અંગે પૂછપરછ હાથ ધરવામાં પણ આવી હતી અને આ બાબતે ઈન્‍કમટેક્ષ વિભાગના નોડલ અધિકારીને જાણ પણ કરવામાં આવી હતી.

જિલ્‍લા ચૂંટણી પંચ તથા ઈન્‍કમટેક્ષ સહિતના અધિકારીઓએ આ રૂપિયા અંગે જીણવટભરી તપાસ કર્યા બાદ અને જરૂરી કાગળો તપાસ્‍યા બાદ આ કોટન મીલના સંચાલકો અમરેલી ખાતેથી એક સરકારી બેન્‍કમાંથી રોકડ નાણાં ઉપાડી અને ખેડૂતોને ચૂકવણી કરવા માટે લઈ જતા હોવાનું સાબિત થતા અને આ રોકડ રકમના વ્‍યવહારો સંપૂર્ણ કાયદેસર હોવાથી આ કારનેબાદમાં જવા દેવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે.

error: Content is protected !!