Amreli Express

Daily News Papers

સમાચાર

આંબરડી ગામમાં ત્રણ સિંહોએ ઘુસી જઈ ગામના પાદરમાં 6 વાછરડીનો શિકાર કર્યો

આંબરડી, તા. 18

સાવરકુંડલાના આંબરડી ગામે આજે વહેલી સવારે છ વાગ્‍યે એકી સાથે ત્રણ સિંહો ત્રાટકતા અફડાતફડી મચી ગઈ હતી. આંબરડી ગામ વચ્‍ચે આવેલ અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ બેંક નજીક ખુલ્‍લી જગ્‍યામાં રખડતી ગાયોનું ટોળુ આરામ ફરમાવી રહૃાું હતુંતેવામાં એકાએક ત્રણ સિંહોઆવી ચડી ગાયો ટોળામાં ભાગમભાગ મચી ગઈ હતી જેમાંથી 6 વાછરડા ઓનો શિકાર કરી મીજબાની માણતા હતા. નજરે જોનાર માજી સરપંચ મેઘજીભાઈ સભાયા કાર લઈ પસાર થતા હોર્ન મારતા સિંહો જંગલ તરફ પલાયન થઈ ગયા હતા. ઉલ્‍લેખનીય છે કે છેલ્‍લા પંદર દિવસમા આંબરડીમાં સિંહોના શિકારની આ ત્રીજી ઘટના છે.

error: Content is protected !!