Amreli Express

Daily News Papers

સમાચાર

લ્‍યો બોલો : સરાકડીયામાં પીવાના પાણીની મોકાણ

ગામની મહિલાઓ એક મહિનાથી પાણી વિના પરેશાન

લ્‍યો બોલો : સરાકડીયામાં પીવાના પાણીની મોકાણ

ઉનાળાનાં આગમને જ પીવાના પાણીની મોકાણ તો આગામી દિવસોમાં શું થશે તેની ચિંતા

પશુપાલકોને પણ પાણી માટે દરરોજ હડીયાપટ્ટી કરવી પડી રહી છે

ખાંભા, તા. 18

ખાંભાના દિવાનના સરાકડીયા ગામે ઉનાળાના આરંભે જ હોળી-ભૂતળમાં પાણી ન હોય જાહેર ડંકીઓ અને પાણીનાં ટાંકા શોભાનાં ટાંઠીયા બન્‍યા છે.

ખેતી અને પશુપાલન અને ખાસ કરીને દુધના વ્‍યવસાય સાથે જોડાઈપરિવારોનું ગુજરાન ચલાવતા સંધી સમાજની બહુમતી ધરાવતા ખાંભાના દિવાનના સરાકરડીયા ગામની 100 માણસોની વસ્‍તી અને ર0 ઘર ધરાવતા ગામની અનેક રોડ, રસ્‍તા, પાણીની સમસ્‍યા સાથે ચાલું સાલે ઓછા વરસાદનાં કારણે ઉનાળાનાં આરંભે પાણીની સમસ્‍યા સર્જાઈ છે.

સંધી સમાજના પારિવારીક સંબંધો ધરાવતા આ ગામમાં પાણીની તંગીના કારણે મીઠા ઝગડાઓ થાય તે પહેલા પાણીની સમસ્‍યાનો ઉકેલ લાવવો જરૂરી બન્‍યો છે.

ગામમાં આવેલ એકલ દોકલ જાહેર ડંકીના બોર ખાલી ખમ્‍મ હોવાથી પાણીના ટાંકામાં પાણી ન ઠલવાતા પાણીનાં ટાંકા અને નળ શોભાના ગાંઠીયા સમાન બનવા પામ્‍યા છે.

ખેતી અને પશુપાલન ઉપર નભતા આ ગામનાં ખેડૂતોને પોતાના પાલતું પ્રાણીઓ માટે અને ઘરવપરાશનાં પાણી માટે પોતાના           બળદગાડા, ટ્રેકટર, મોટર સાયકલ દુર-દુર લઈ જઈ વાડી-ખેતરના કુવામાંથી પાણી લાવવામાં જ અડધો દિવસ વિતી જતો હોય.

દિવાનના સરાકડીયા ગામે ગ્રામજનોની તો પાણીનાં અભાવે ભારે હાલાકી ભોગવી ગમે ત્‍યાંથી પાણી     મેળવી લે પરંતુ ગામના વાડી-ખેતરના કુવાઓમાં પણ પાણી ન હોય નદિ પણ સુકી હોય આ વિસ્‍તારમાં રહેતા સિંહ, દીપડા, રોઝ, નીલગાય જેવા જંગલી પ્રાણી-પશુઓની પાણી પ્રશ્‍ને કફોડી હાલત હોય.

ગુજરાત સરકાર- વનવિભાગ અને પાણી પુરવઠાબોર્ડ ઘ્‍વારા પાણીના ટાંકાઓ ચાલું કરવામાં આવે અને વનવિભાગ ઘ્‍વારા વન્‍ય પ્રાણીઓ માટે પીવાના પાણીની કુંડીઓ ભરવામાં આવે તેવું ગ્રામજનો અને પ્રાણીપ્રેમીઓ ઈચ્‍છી રહૃાા છે.

error: Content is protected !!