Amreli Express

Daily News Papers

સમાચાર

ઈન્‍દોરમાં ભામાશા ગોપાલ શેઠનું ભવ્‍ય સન્‍માન કરાયુ 

ઈન્‍દોર શહેર ખાતે અખીલ ભારતીય જૈન શ્‍વેતામ્‍બર સોશ્‍યલ સંસ્‍થા આયોજીત પદારોહણ રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્‍થિત અમરેલી જીલ્‍લાનાં બાબરા તાલુકાનાં ચમારડી ગામનાં પનોતા પુત્ર અને ગુજરાતનાં ખોડલધામ જેવી જયાનાં મુખ્‍ય દાતા તરીકે તથા એક હજાર દિકરીઓનાં પાલક પિતા તરીકેનું બિરૂદ પામનાર ગરીબ લોકોને ઉપયોગી બની પ્રેરણાત્‍મક સેવાનાંકાર્યો કરનારા ભામાશા અને ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્‍તરપરાની વહેતી સેવાની ધારા સમગ્ર રાજયમાં નોંધ લેવામાં આવી રહી છે. પણ મઘ્‍યપ્રદેશનાં ઈન્‍દોર શહેર ખાતે પણ ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાનું અખીલ ભારતીય જૈન સંસ્‍થાઓ ર્ેારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમ અમારા પ્રતિનિધિ પરેશ રાઠોડ ચમારડીની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!