Amreli Express

Daily News Papers

અવસાનનોંધ

અવસાન નોંધ 

અવસાન નોંધ

અમરેલી : મુ. મોટા ભંડારીયા નિવાસી, હાલ અમરેલી વજુબેન ભીખાભાઈ જોટંગીયા (ઉ.વ. 103) મધુભાઈ, નાથુભાઈ તથા પ્રફુલ્‍લભાઈ બી. જોટંગીયા (ડી.ઈ.ઓ. અમરેલી)નાં માતુશ્રી તેમજ જયેશભાઈ, પરેશભાઈ (રાજકોટ) તથા મુકુંદભાઈ, યાજ્ઞિકભાઈના દાદીમાં તા.18/3 ના રોજ રામચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.ર1/3 ગુરૂવારનાં રોજ 4થી 6 કલાકે પ્રફુલભાઈનાં નિવાસસ્‍થાને બંસીધર સોસાયટી, કેરીયા રોડ, અમરેલી ખાતે રાખેલ છે. તેમજ સદગતનું દશાશ્રાઘ્‍ધ તા. ર6/3 નાં રોજ તેમજ ઉતરક્રિયા તા.ર7/3 નાં રોજ રાખેલ છે.

ચલાલા : ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ શરદભાઈ પ્રતાપભાઈ જોષી તે બીપીનભાઈ જોષી (ભાવનગર), નિતિનભાઈ જોષી (રાજકોટ)ના લઘુબંધુ તથા દર્પણભાઈ તથા રિઘ્‍ધિબેન રોહનભાઈ જોષી (ભાવનગર)ના પિતાજી તથા સ્‍વ. જશવંતભાઈ લાભશંકરભાઈ જોષી (ગીતાનગર, રાજકોટ)ના જમાઈનું તા.18/3ના રોજ અવસાન થયેલ છે. બન્‍ને પક્ષનું બેસણું/ સાદડી તા.ર1/3ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે બ્રહ્મસમાજ વાડી, સ્‍ટેશન રોડ, ચલાલા ખાતે રાખેલ છે.

ચલાલા : હર્ષદભાઈ મણીભાઈ ચંદારાણાના ધર્મપત્‍નિ તેમજ ચંદ્રેશભાઈ ચંદારાણા ટ્રાવેલ્‍સ વાળાના ભાભી તથા અંકિતભાઈ તથા વિવેકના મમ્‍મી જયોતિબેન હર્ષદભાઈ ચંદારાણા (ઉ.વ.પ0)નું તા.18/3ના રોજ અવસાન થયેલ છે. તેમની સ્‍મશાનયાત્રા તા.19/3ને મંગળવારના રોજ સવારે 9:30 કલાકે તેમના નિવાસસ્‍થાનેથી નીકળશે. તેમનું ઉઠમણું તા.19/3ને મંગળવારના રોજ સાંજના પ કલાકે લોહાણા મહાજન વાડી ખાતે રાખવામાં આવેલ છે.

error: Content is protected !!