Amreli Express

Daily News Papers

સમાચાર

બાબરામાં માનસિક રીતે અસ્‍થિર આખલાએ આંતક મચાવતા ભારે નાસભાગ

બાબરા, તા. 18

બાબરામાં આખલાનો આતંક સામાન્‍ય બન્‍યો હોય તેમ અવારનવાર આખલા યુઘ્‍ધના કારણે લોકોને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે. શહેરની મુખ્‍ય બજાર તેમજ હાઈવે રોડ અને રહેણાંક વિસ્‍તારમાં થતા આખલા યુઘ્‍ધના કારણે લોકો વાહનોને ભારે નુકશાન પહોંચે છે તેમજ લોકોને પણ હડફેટે લઈ ઈજાઓ પહોંચાડયાના બનાવો બની ચુકયા છે. ત્‍યારે શહેરમાં થોડા સમયથી આખલાઓ હડકાયા થવાના બનાવો વધુ જોવા મળી રહૃાા છે. જીવદયા પરિવારના સભ્‍યોના જણાવ્‍યા અનુસાર ખુટિયા કોઈ વાસી અથવા તો ઝેરી પદાર્થ આરોગી જવાથી હડકાયા       થાયછે.

બાબરામાં આ પહેલાં જીવનપરા વિસ્‍તારાં એક આખલો હડકાયો થયો હતો ત્‍યારે નગરપાલિકાની ટીમ અને જીવદયા પરિવારનાં સભ્‍યોની અથાગ પ્રયત્‍નોનાં કારણે કાબુ કરવામાં આવ્‍યો હતો ત્‍યારબાદ અમરાપરા, દાનેવનગર, રામનગર, સહિતના વિસ્‍તારોમાં ખુટિયા હડકાયા થયાના બનાવો બન્‍યા હતા.

ત્‍યારે હવે ગત મોડી સાંજે શહેરનાં ઉમિયાનગર અને ધારપરા વિસ્‍તારમાં એક આખલો હડકાયો થતા લોકોમાં ભારેનાસભાગ મચી હતી હડકાયા આખલાએ અહીં વિસ્‍તારોમાં ત્રણથી ચાર જેટલી વ્‍યકિતઓને સામાન્‍ય ઈજાઓ પણ પહોંચાડી હતી અહીં રહેણાક વિસ્‍તારમાં હડકાયા ખુટિયાએ આતંક મચાવતા સ્‍થાનિક લોકો ર્ેારા તાત્‍કાલિક અસરથી જીવદયા પરિવારના સભ્‍યોને જાણ કરવામાં આવતા જીવદયા પરિવારના ગજેન્‍દ્રભાઈ શેખવા, યજ્ઞેશભાઈ શુકલ, રાહુલભાઈ ભરવાડ, પ્રદીપભાઈ બસિયા, ધરમભાઈ બસિયા સહિતના જીવદયા પરિવારના સભ્‍યો અથાગ મહેનત કરી હડકાયા ખુટિયાને કાબુાં કરવામાં આવતા સ્‍થાનિક લોકોએ રાહતનો શ્‍વાસ લીધો હતો.

error: Content is protected !!