Main Menu

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં ડાન્‍સ કોમ્‍પીટિશન યોજાઈ

 

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રા.શાળા તેમજ શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળાનાં સંયુકત ઉપક્રમે ડાન્‍સ કમ્‍પિટિશન સ્‍પર્ધા યોજાઈ પ્રસ્‍તુત ડાન્‍સ કમ્‍પિટિશન સ્‍પર્ધામાં ધો.1 થી 9 સુધી આશરે રર વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ પોતાની અવનવી કલાક અને કૌશલ્‍યનું પ્રદર્શન કર્યુહતું. ડાન્‍સકમ્‍પિટિશનની શરૂઆતમાં શાળાના આચાર્યસુપરવાઈઝર તથા સંસ્‍થાના અન્‍ય સ્‍ટાફની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ સ્‍પર્ધા નિહાળવા બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહૃાા હતા. પ્રસ્‍તુત કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે સહભ્‍યાસિક પ્રવૃતિઓમાં પણ પોતાની કલા અને કૌશલ્‍યના ભાગરૂપે આગળ વધી જ્ઞાનની આ સદીમાં પોતાનું વર્ચસ્‍વ જમાવે તથા હરિફાઈમાં પોતાનું સ્‍થાન ટકાવી દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે એવો રહેલો છે. વિદ્યાર્થીઓ ખૂબ ઉમંગ તથા ઉત્‍સાહથી પોતાની કલાનું પ્રદર્શન કરીને સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા. સંસ્‍થાના વ્‍યવસ્‍થાપકે તથા સ્‍વામી નિત્‍યશુઘ્‍ધાનંદ તથા જાપાનનાં મહેમાન મિસીસ કેઈકોનાહસ્‍તે પ્રથમ, ર્ેિતિય, તૃતિય સ્‍થાન પ્રાપ્‍ત કરનાર પ્રતિભાને શિલ્‍ડ અર્પણ કરી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓની સુષુપ્‍ત શકિત બહાર લાવી સમાજ અને રાષ્‍ટ્રના ઉમદા નાગરિક બને તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. ખૂબ જ ઉત્‍સાહ, આનંદદાયક વાતાવરણમાં કાર્યક્રમ સંપન્‍ન થયો હતો.(Next News) »