Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

ભામાશા ગોપાલ શેઠનું આજે ઈન્‍દોરમાં સમાજ સેવા બદલ ભવ્‍ય સન્‍માન કરાશે

અખિલ ભારતીય જૈન શ્‍વેતામ્‍બર સોશ્‍યલ ગૃપ દ્વારા

ભામાશા ગોપાલ શેઠનું આજે ઈન્‍દોરમાં સમાજ સેવા બદલ ભવ્‍ય સન્‍માન કરાશે

એક હજાર દીકરીનાં પાલક પિતા બનવાના ભગીરથ કાર્ય બદલે સન્‍માન કરાશે

અમરેલી, તા.16

બાબરાના ખોબા જેવડા ચમારડી ગામમાં જન્‍મીને સમાજસેવાના માઘ્‍યમથી સમગ્ર રાજય બાદ હવે ગુજરાતના સીમાડા વટાવીને ભામાશા ગોપાલ શેઠની સેવાની સુવાસ મઘ્‍યપ્રદેશ સુધી પહોંચી છે.

મઘ્‍યપ્રદેશમાં ઈન્‍દોરમાં આવતીકાલે અખિલ ભારતીય જૈન શ્‍વેતામ્‍બર સોશ્‍યલ ગૃપ ફેડરેશન દ્વારા વિશિષ્‍ટ સન્‍માન સમારોહ યોજાઈ રહયો છે. જેમાં રાજકીય અને સ્‍થાનિક આગેવાનો ઉપસ્‍થિત રહેવાના છે.

આ કાર્યક્રમમાં ભામાશા ગોપાલ શેઠનું એક હજાર દીકરીના પાલક પિતા બનવા બદલ ભવ્‍યાતિભવ્‍ય સન્‍માન થઈ રહયું હોય સમગ્ર અમરેલી જિલ્‍લાનું ગૌરવ     વધેલ છે.

error: Content is protected !!