Amreli Express

Daily News Papers

સમાચાર

ધુળેટીના પર્વ નજીક આવતા બજારમાં પિચકારીઓની ધૂમ ખરીદી 

હોળી અને ધુળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે લોકો વિવિધ વસ્‍તુઓની સાથે ધુળેટીમાં રમવા માટે પિચકારીની પણ ખરીદી કરી રહૃાા છે. ચાલુ વર્ષે બજારમાં પિચકારીની બજાર જામી છે અને અવનવી અને કાર્ટુન પિચકારીએ બાળકોમાં અનોખું આકર્ષણ ઉભુ કર્યુ છે. બાબરામાં મુખ્‍ય બજારમાં પિચકારીોની બજાર જામી છે. અહીં નાની મોટી પિચકારીની સાથે બાળકોને પ્રિય એવા મોટું પટલું, છોટાભીમ, ટોરાટોરા, નોજર ગન, ફુગ્‍ગા સહિતની પિચકારીઓ ખરીદી બાળકોમાં વધુ જોવા મળી રહી છે. બાબરાની બજારમાં રૂપિયા પાંચથી શરૂ કરી રપ0 રૂપિયા સુધીની પિચકારીનું ધૂમ વેચાણ જોવા મળી રહૃાું છે.જોકે ચાલુ વરસમાં વધુ કોઈ ભાવ વધારો નહિ હોવાથી ગ્રાહકોની ખરીદી સારી હોવાનું વેપારીઓ ર્ેારા જણાવી સંતોષ વ્‍યકત કર્યો હતો.

error: Content is protected !!