Main Menu

આગામી ર3 એપ્રિલે 16 લાખ મતદારોની અગ્નિપરીક્ષા

દેશનું ભવિષ્‍ય તૈયાર કરનાર લોકસભાની ચૂંટણીનું મતદાન હોય

આગામી ર3 એપ્રિલે 16 લાખ મતદારોની અગ્નિપરીક્ષા

દરેક મતદારે વિચારવું પડશે કે કયો ઉમેદવાર અને કયો પક્ષ મતદારનું ભલું કરી શકે છે તે જોવું પડશે

અમરેલી, તા.16

અમરેલી સંસદીય મત વિસ્‍તારનાં 16 લાખ જેટલા મતદારોની આગામી ર3 એપ્રિલે અગ્નિપરીક્ષા છે. દેશનું ભવિષ્‍ય તૈયાર કરનાર લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું હોય મતદારોએ બહુ જાગૃત્ત અને સાવચેત રહેવું પડશે. જ્ઞાતિ કે જાતિવાદ કે પછી અવનવા સ્‍લોગનોમાં ભરમાયા વગર શાંત ચિત્તે મતદાન કરવું પડશે.

તમામ મતદારોએ મગજ શાંત રાખીને એનડીએ સરકારે છેલ્‍લા પાંચ વર્ષમાં આતંકવાદ, ભ્રષ્‍ટાચાર, બેરોજગારી, બ્‍લેકમની, મહિલા સુરક્ષા, મોંઘવારી જેવા પ્રશ્‍નોનાં નિરાકરણ અંગે કેવી કામગીરી કરી બતાવી છે તેનો અભ્‍યાસ કરવો પડશે.

તદઉપરાંત પાંચ વર્ષ પહેલાં સત્તાધારી પક્ષનાં આગેવાનોએ કેવા વચનો આપેલ અને તેમાંથી કેટલા પુર્ણ કર્યા તેનો પણ અભ્‍યાસ કરવો પડશે. જો મતદારો ઉશ્‍કેરાહટમાં અમુલ્‍ય મત ગમે તેને આપી દેશે તો આગામી પાંચ વર્ષ સુધી પસ્‍તાવો જ કરવો પડશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.