Main Menu

સા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ

ગેરકાયદેસર રીતે ફરતાં હોય ટપારવા જતાં ઘટના બની

સા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ

વંડાનાં વિક્રમ બસીયા વિરૂઘ્‍ધ પોલીસે ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી

સાવરકુંડલા, તા. 16

સાવરકુંડલાતાલુકાનાં નાની વડાળ બીડ ખાતે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર ઉપર રાત્રેના સમયે પેટ્રોલીંગ દરમિયાન હુમલો કરવામાં આવ્‍યો.

સાવરકુંડલા તાલુકાનાં નાની વડાળ બીડ ખાતે રાત્રેના સમયે સાવરકુંડલા રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર કપીલ ભાટીયા નાની વડાલ બીડ વી.ડી.માં પેટ્રોલીંગમાં હતા ત્‍યારે વન વિભાગની હદમાં ગેરકાયદેસર આંટા ફેરા મારતાં વિક્રમ બસીયા રહે. વંડાને ટપારવા વિક્રમ બસીયા ર્ેારા ફોરેસ્‍ટ ઓફિસર પર હુમલો કર્યો હતો આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન ફરિયાદી કપિલ ભાટીયા ર્ેારા વિક્રમ બસીયા સામે ફરિયાદ નોંધાવી હતી આ બનાવની પોલીસ ર્ેારા આઈ.પી.સી. કલમ 447, 186, પ04, પ06(ર) મુજબ ગુનો દાખલ કરી તપાસ સાવરકુંડલા રૂરલ પી.એસ.આઈ. વી. જી.  પટેલ કરવામાં આવી રહી છે.