Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

ખેત તલાવડી કૌભાંડની તપાસ નહી થાય તો કોર્ટમાં જવાની ચીમકી

અમરેલી જિલ્‍લામાં વ્‍યાપક પ્રમાણમાં કૌભાંડ છતાં તપાસના નામે મીંડુ

ખેત તલાવડી કૌભાંડની તપાસ નહી થાય તો કોર્ટમાં જવાની ચીમકી

ધારી, બગસરા પંથકમાં માત્ર કાગળ પર જ ખેત તલાવડી બનાવીને કૌભાંડ કર્યાનો આક્ષેપ

આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાએ તપાસ નહીથાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી

અમરેલી, તા. 16

અમરેલી જીલ્‍લાનાં ધારી અને બગસરા પંથકનાં દશ જેટલા ગામડાઓમાં ખેત તલાવડી તેમજ સીમ તલાવડી બનાવ્‍યા વગર જ આચરવામાં આવેલા રૂા. 4 કરોડનાં કૌભાંડની તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવામાં મુખ્‍યમંત્રી અને મુખ્‍ય સચિવને રજુઆત કરીને હાઈકોર્ટમાં રીટ કરવાની ચીમકી અપાઈ છે.

પ્રાપ્‍ત વિગત મુજબ જીએલડીસી અમરેલી ઘ્‍વારા સરકારે ખેડૂતોનાં હિતમાં ફાળવેલ ખેત તલાવડી અને સીમ તલાવડી બનાવવાની ગ્રાંટ સ્‍થળ ઉપર કામ કર્યા વગર જ ચાંવ કરી જવાનું કૌભાંડ આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયા ઘ્‍વારા ખુલ્‍લુ પાડવામાં આવેલું હતું. આ કૌભાંડની તપાસ કરી જવાબદારો સામે કાનૂની રાહે પગલાં ભરવા માંગણી કરી હતી. જેમાં ર016-17 અને 18ની સાલમાં ધારી તાલુકાનાં ગઢિયા, કરમદડી, પાતળા, ચાવંડ, જલજીવડી, હિરાવા, મીઠાપુર, ડુંગરી, કાથરોટી, દુધાળા તેમજ બગસરાનાં બાલાપુર સહિત દશ જેટલા ગામડાઓમાં કેન્‍દ્ર અને રાજય સરકારની એસએલની અને આરકેવીવાય યોજના અંર્તગત જીએલડીસી અમરેલી ઘ્‍વારા સમતલાવડી, ચેકડેમ અને વોટર હાર્વેસ્‍ટનાં કામો માટે રૂા. 4,0ર,8પ,433ની રકમનાં ચેકો ઈસ્‍યુ કરવામાં આવેલા હતા. જેમાં દર્શાવવામાં આવેલા સ્‍થળોની રૂબરૂ મુલાકાત લેવામાં આવતાં મોટાભાગનાં કામો ફકત કાગળ ઉપર પૂરા કરી લાગતા વળગતાઓનાં નામે ચેક ઈસ્‍યુ કરી કરોડો રૂપિયા ચાંવ કરી જવામાં આવેલા હતા.

ફિલ્‍ડ ઓફિસર રાજકીય ઓથ ધરાવતાં હોવાથી આયોજનબઘ્‍ધ કૌભાંડ આચરવામાં આવેલું હોય, સાધનિક કાગળોની તપાસ સાથે સ્‍થળ તપાસ કરી ખરાઈ કરવાથી સરકારની તિજોરીને કરોડોનો ચુનો ચોપડનારની વાસ્‍તવિકતા સામે આવે તેમ છે. સરકાર ઘ્‍વારા આ કરોડોનાં કૌભાંડની સ્‍થળ તપાસ કરી તપાસ કરવામાં નહી આવે તો આધાર પુરાવા સાથે હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવાની ચીમકી આપી છે.

error: Content is protected !!