Main Menu

તપાસ કરો : ખાંભામાં સોશ્‍યલ વર્કરનાં નામે બાળકોને ઉઠાવી જનાર ગેંગ સક્રીય થઈ?

જિલ્‍લામાં નવતર પ્રકારની ગુન્‍હાખોરી શરૂ થતાં ફફડાટ

તપાસ કરો : ખાંભામાં સોશ્‍યલ વર્કરનાં નામે બાળકોને ઉઠાવી જનાર ગેંગ સક્રીય થઈ?

સીસીટીવી કેમેરામાં અજાણી મહિલાઓ કેદ થઈ

ખાંભા, તા. 16

ખાંભા શહેર તથા તાલુકામાં છેલ્‍લા પાંચેક દિવસથી બાળ તસ્‍કરી કરનારી ગેંગ ઉતરી આવી હોય તેમ અજાણી મહિલાઓ પોતે બાલમંદિરમાં કામ કરતી હોય તેવો સ્‍વાંગ રચી આંગણવાડી કેન્‍દ્રોનાં સમયે ટાર્ગેટ કરેલા ઘરોએ જઈ આપના    બાળકને આંગણવાડી કેન્‍દ્રમાં લઈ જવાનું હોય આપનું બાળક મારી સાથે બાલમંદિરે મોકલાવો.

તા. 11થી ખાંભાના ત્રણ ઘરોને ટાર્ગેટ બનાવી તેઓને ત્‍યાં જઈ હું બાલમંદિરમાંથી આવું છું અને આપના બાળકને લેવા આવીછું તો મારી સાથે મોકલો તેવું જણાવતા ત્રણેય ઘરોનાં જાગૃત્ત મહિલાને આંગણવાડીનો ડ્રેસ પહેર્યા વગરની અને અજાણી મહિલા જણાતા પોતપોતાના બાળકોને મોકલવાની ના પાડતા અજાણી પણ તસ્‍કર ગેંગની મહિલા પલાયન થઈ ગઈ.

ખાંભાની બોડા શેરીમાં એક ઘર ટાર્ગેટ બનાવેલ ત્‍યાં આવેલી ફરસાણની દુકાને લગાવેલ સીસીટીવી કેમેરામાં પણ આ મહિલા કેદ થયાનું સીસીટીવી કુટેઝમાં જોવા મળે છે.

સાતીર એવી આ બાળ તસ્‍કરી ગેંગની મહિલાઓ આગલા દિવસે ભીખારી/માંગણ કે ચિજવસ્‍તુ વેચનાર તરીકે શેરીઓમાં ફરી રેકી કરી કયાં કયાં ઘરમાં નાના અને આંગણવાડીમાં જતાં મઘ્‍યમ અને અભણ પરિવારનાં ઘરોને નિશાન બનાવતી હોય તેવું જાણકારો         જણાવે છે.

આ અંગેની જાણ ખાંભા પીએસઆઈ શરદ નીમાવતને થતાં તેઓ ઘ્‍વારા ખાનગી રાહે તપાસ ચાલું કરી દેવાઈ સાથે આઈસીડીએસ વિભાગ ઘ્‍વારા પણ ખાંભાની 103 આંગણવાડી કેન્‍દ્રોને સાવચેત રહેવા અને નાના ભુલકાઓવાળા ઘેર ઘેર જાણ કરવા જણાવી દેવાયું છે.