Main Menu

અમરેલીની રૂપાયતન સંસ્‍થામાં થયેલ વડીલ વંદનાની ગરિમાપૂર્ણ ઉજવણી

અમરેલીની રૂપાયતન સંસ્‍થામાં થયેલ વડીલ વંદનાની ગરિમાપૂર્ણ ઉજવણી

વડીલ આત્‍મજનોનો મહિમા કરવાનો અને તેમના ગુણાનુવાદ કરીને પ્રેરણા મેળવવાનો અનેરો આનંદ હોય છે. રૂપાયતન સંસ્‍થાને આવો પ્રસંગ ઉજવવાની તક સાંપડી હતી. દાયકાઓ સુધી જેમણે માત્ર શિક્ષણમાં જ નહીં જીવનનાં અનેકવિધ ક્ષેત્રોમાં મૂલ્‍યવાન પ્રદાન કર્યુ એવા અમરેલીના બે વરિષ્ઠ શિક્ષિકો મધુભાઈ ભટ્ટ તથા રસિકભાઈશાહનો અભિવાદન કાર્યક્રમ 10મી માર્ચ ર019 રવિવારનાં 4.30 કલાકે યોજાયો હતો. સૌ પ્રથમ એસ.પી.સી.ના બાળકો તથા કળશવાળી બહેનો ર્ેારા સામૈયા કરી બન્‍ને મહાનુભાવોને કાર્યક્રમમાં પરંપરાગત સ્‍વાગત કરી આવકારવામાં આવ્‍યા હતા. કાર્યક્રમના પ્રારંભે પ્રાથમિક શાળાનાં બાળકોએ પ્રાર્થના તથા ભાવગીત અભિનય સાથે રજૂ કર્યા હતા. ત્‍યાબાદ સન્‍માનનીય વડીલોએ આપેલ યોગદાનને યાદ કરી કાર્યક્રમનાં અઘ્‍યક્ષ ડો.નલિનભાઈ પંડિત તથા મહેમાનોનાં હસ્‍તે તેઓનું સન્‍માન કરાયું હતું. પ્રતિભાવ આપતા તેઓએ સંસ્‍થા પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યકત કરી હતી. ગરિમાપૂર્ણ રીતે ઉજવાયેલી આ કાર્યક્રમમાં દીપક હાઈસ્‍કૂલનાં ભદીપરત્‍નભ સહિતના પુરસ્‍કાો એનાયત કરવામાં આવ્‍યા હતા. સંસ્‍થાના આમંત્રણને માન આપી ડો. નલિનભાઈ પંડિત, ડો. ભરતભાઈ કાનાબાર, મધુભાઈ તથા રસિકભાઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આમંત્રિત મહેમાનો, ટ્રસ્‍ટીઓ, સ્‍ટાફના બહેનો-ભાઈઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા. તેમ સંસ્‍થાના મે. ટ્રસ્‍ટી સી. એન. જોષીની યાદીમાં જણાવાયું છે.