Main Menu

લાઠીનાં શિક્ષકનું પેપર ઈન્‍ટરનેશનલ કક્ષાએ બેસ્‍ટ પેપર તરીકે પસંદ

લાઠી, તા. 16

લાઠી કલાપી વિનય મંદિરના વિજ્ઞાન પ્રવાહના ભૌતિકશાસ્‍ત્રના શિક્ષક એચ. કે. ગોહિલ ભૌતિક વિષયમાં પી.એચ.ડી. કરે છે. તેમનું રિસર્ચ પેપર લારા ઈન્‍ટરનેશનલ જર્નલમા પ્રકાશિત થયેલ છે. જે એક ગૌરવની બાબત છે.તે ઉપરાત ર6 થી ર8 ફેબ્રુઆરીમાં ચેન્‍નઈ ખાતે ઈન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં તેમનું સંશોધન પેપર રજૂ કરેલ. જેમાં તેમણે બેસ્‍ટ પેપર પ્રેઝન્‍ટેશન બદલ તેમને ઈન્‍ટરનેશનલ એવોર્ડ આપવામાં આવેલ છે.

ઉપરોકત એવોર્ડ બદલ શાળામાં હર્ષ તેમજ ગૌરવની લાગણી ઉદભવેલ છે. તેમની આ સિદ્ધિ બદલ શાળાનાં ટ્રસ્‍ટીઓ તેમજ આચાર્ય એમ. પી. રામાણી તથા તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ અભિનંદન આપેલ છે.  વિદ્યાર્થીઓનાં વ્‍હાલાં અને જ્ઞાની એવા શિક્ષક એચ. કે. ગોહિલ સતત આવી જ સિદ્ધિ મેળવતા રહે તેવી તમામ વાલીઓની શુભેચ્‍છાઓ છે.



« (Previous News)