Amreli Express

Daily News Papers

અવસાનનોંધ

અવસાન નોંધ

અવસાન નોંધ

બગસરા : હામાપુર નિવાસી સ્‍વ. ભીખુભાઈ હરિભાઈના ધર્મપત્‍નિ ચંપાબેન ભીખુભાઈ મારૂ (ઉ.વ.80) તે ભરતભાઈ ભીખુભાઈ મારૂ તથા અશ્‍વિન ભીખુભાઈ મારૂના માતુશ્રી અને જગદીશ ધીરૂભાઈ મારૂના દાદીમા તથા ડો. બી.આર. મારૂના કાકીનું તા.16/3ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.18/3ને સોમવારના રોજ સાંજે 3 થી 6 કલાકે નદીના સામા કાંઠે પરામાં અશ્‍વિનભાઈ મારૂના નિવાસસ્‍થાને રાખેલ છે.

લીલીયા : અમરેલી બાજ ખેડાવાળ બ્રાહ્મણ લાભુબેન ચંદુલાલ ભટ્ટ (ઉ.વ. 103) તે શાસ્‍ત્રી સ્‍વ. લાભુદાદા (મોટા કણકોટવાળા)ના મોટા બહેનનું તા.1પ/3 શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. બેસણું તા.18/3 સોમવારે બ્રાહ્મણ સોસાયટી બ્રહ્મેશ્‍વર મહાદેવ મંદિરે બપોરનાં 4 થી 6 અમરેલી મુકામે રાખવામાં આવેલ છે.

અમરેલી : મમતાબેન સંજયભાઈ અગ્રાવત (ઉ.વ.49) તે સંજયભાઈ મગનભાઈ અગ્રાવત (રાજકમલવાળા)ના ધર્મપત્‍નિ તથા ધ્રુવભાઈ, વિરાજભાઈ (વિકકી)ના માતુશ્રી તથા વંદનાબેન અને મીરાબેન (જૂનાગઢ)ના ભાભી તા.16/3ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.18/3નારોજ શશાંક મહાજન પાર્ટી પ્‍લોટ, ગોપી ટોકીઝ પાસે, અમરેલી ખાતે 4 થી 6 રાખેલ છે.

error: Content is protected !!