Main Menu

ધારીમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર ર શખ્‍સો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાઈ

બાપ-દીકરા વિરૂદ્ધ ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી

અમરેલી, તા.16

આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને જિલ્‍લામાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે થઈ અટકાયતી પગલા લેવાની પોલીસ વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. ત્‍યારે આવી જકાર્યવાહી કરવા અંગે પોલીસ ટીમ ધારી ગામે રહેતા એક શખ્‍સના મકાને જતા આ શખ્‍સ સહિત બે શખ્‍સોએ પોલીસની કામગીરીનો વિરોધ કરી, પોલીસને તલવાર બતાવી તથા મહિલા પોલીસ અધિકારીની છેડતી કરવાના ગુન્‍હામાં પોલીસે આ બન્‍ને શખ્‍સો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવમાં ધારી ગામે નવી વસાહત વિસ્‍તારમાં રહેતા ઈલ્‍યાસ હબીબભાઈ કેરૂનના રહેણાંક મકાને ધારી પોલીસ તથા જિલ્‍લાના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ સહિતનો સ્‍ટાફ તપાસના કામે ગયો હતો.

ત્‍યારે ઈલ્‍યાસ હારૂનભાઈ કેરૂન તથા તેમનો પુત્ર તલ્‍હા ઈલ્‍યાસભાઈ કેરૂને પોલીસને તપાસમાં સહકાર આપવાના બદલે પોલીસને તલવાર બતાવી, ઘરમાં પ્રવેશ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય, બાદમાં આ બન્‍ને શખ્‍સોએ પોલીસ ટીમ સાથે ગયેલ મહિલા પોલીસ અધિકારીની છેડતી કરવાના ઈરાદે બાવડુ પકડી લેતા અન્‍ય પોલીસ અધિકારીઓ વચ્‍ચે પડયા હતા.

બાદમાં પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતાં પોલીસે આ બન્‍ને શખ્‍સોના રહેણાંક સર્ચ ઓપરેશન કરતા આ મકાનમાંથી પ્રાણઘાતક કહી શકાય તેવા હથિયારો જેવા કે, દેશી બનાવટની બંદુક (જામગરી), તલવાર નંગ-ર, કટર નંગ-1, ફરસી નંગ-ર, કુહાડી તથા ભાલુ જેવા હથિયારો પણ મળી આવતા આ બનાવ અંગે ધારી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. એ.વી. પટેલે આરોપીઈલ્‍યાસ હારૂનભાઈ કેરૂન તથા તેમના પુત્ર સામે ફરિયાદ નોંધાવી આગળની તપાસ સી. પી.આઈ. દ્વારા ચલાવવામાં આવી રહી છે.