Main Menu

સમસ્‍યા જાય તેલ લેવા સૌને સાંસદ બની જવું છે

જ્ઞાતિનાં આધારે નહી જિલ્‍લાનો વિકાસ કરી શકે તેની પસંદગી થવી જોઈએ

સમસ્‍યા જાય તેલ લેવા સૌને સાંસદ બની જવું છે

પટ્ટાવાળાની ભરતીમાં પણ ઈન્‍ટરવ્‍યુ હોય અને સાંસદ બનવા માટે કોઈ પુછપરછ કે ઈન્‍ટરવ્‍યુ થતાં જ નથી

સંસદિય વિસ્‍તારની સમસ્‍યા શું છે અને તેનું નિરાકરણ કેમ થઈ શકે તેવો પ્રશ્‍ન દાવેદારને પુછવો જોઈએ

અમરેલી, તા. 16

અમરેલી જિલ્‍લો આઝાદીનાં 7ર વર્ષ બાદ વિકાસની ગતિ પકડવાને બદલે અદ્યોગતિ તરફ ધકેલાઈ રહૃાો છે અને રાજકીય પક્ષો જ્ઞાતિવાદનાં જોરે સાંસદની પસંદગી કરવાનાં ધંધે ચડી ગયા હોય મતદારોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.

અમરેલી જિલ્‍લાની આર્થિક હાલત અતિ કંગાળ બની ચુકી છે. માળખાકીય સુવિધાઓ કયાંય જોવા મળતી નથી. કૃષિક્ષેત્ર પણવિકટ પરિસ્‍થિતિમાં આવી ચુકયું છે. બેરોજગારી, ભ્રષ્‍ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે.



« (Previous News)