Main Menu

અમરેલી બેઠક માટે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી ?

સંઘાણી જુથ અને ડો. કાનાબાર જુથ વચ્‍ચે સાંસદની હાલત સુડી વચ્‍ચે સોપારી જેવી થઈ ગઈ

અમરેલી બેઠક માટે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી ?

ગીતાબેન સંઘાણી, ડો. કાનાબાર, કૌશિક વેકરીયા સહિતનાં નવા નામો ચર્ચામાં

અમરેલી, તા. 1પ

અમરેલી લોકસભા બેઠક માટે ભાજપ ઘ્‍વારા વર્તમાન સાંસદની ટીકીટ કાપીને કોઈ નવા ચહેરાની પસંદગી થઈ રહૃાાનું અત્‍યંત આધારભુત વર્તૃળોમાંથી જાણવા       મળેલ છે.

ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે પ્રદેશ નિયુકત નિરીક્ષક ઘ્‍વારા જિલ્‍લાભરનાં કાર્યકરો અને આગેવાનો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્‍યા જેમાં મોટાભાગનાં કાર્યકર્તાઓએ વર્તમાન સાંસદને બદલે નવા ઉમેદવાર પસંદ કરવાની ભલામણ કરી હોવાનું જાણવા મળેલ છે.

જેમાં દિલીપ સંઘાણી, ગીતાબેન સંઘાણી, ડો. કાનાબાર, કૌશિક વેકરીયા, ઘનશ્‍યામ ડોબરીયા સહિતનાં અન્‍ય નામોની ભલામણ થતાં વર્તમાન સાંસદનો નો રીપીટમાં સમાવેશ થઈ રહૃાાની ગંધ તમામ કાર્યકર્તાઓને આવી ગયો હશે તે માનવુ જરૂરી બન્‍યું છે.

વર્તમાન સાંસદની એક સમયે સર્વોચ્‍ચ લોકપ્રિયતા હતી. 108નું બિરૂદ પણ તેઓને આપવામાં આવ્‍યું હતું. ગત ચૂંટણીમાં 1.પ0 લાખ કરતાં પણ વધારે મતોથી ઐતિહાસિક વિજય મેળવ્‍યો હતો પરંતુ છેલ્‍લા એકાદવર્ષથી તેઓની લોકપ્રિયાનો ગ્રાફ સડસડાટ નીચે આવી રહૃાો છે.

તેઓ એક સમયે સંઘાણી જુથનનો મકકમતાથી સામનો કરતાં હતા અને છેલ્‍લા 6 મહિનાથી તેઓ સંઘાણી જુથમાં સામેલ થતાં જ તેઓની રાજકીય કારકીર્દીમાં પડતી શરૂ થયાનું સૌ કોઈ માની રહૃાું અને જો તેમને ઉમેદવાર બનાવવામાં નહી આવે તો વર્તમાન સાંસદની રાજકીય કારકીર્દી પર પ્રશ્‍ન ઉભો થવાની શકયતાઓ પણ રાજકીય નિરીક્ષકો માની              રહૃાા છે.



(Next News) »