Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

બગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા

વૃદ્ધ ખેડૂતપાસેથી ધોળે દિ’એ ચોરી થતા ચકચાર

બગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા

સ્‍થાનિક પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ શરૂ કરી

અમરેલી, તા. 1પ

બગસરા તાલુકાનાં નાના મુંજીયાસર ગામે રહેતાં અને ખેતીકામ કરતાં કેશુભાઈ લાલજીભાઈ સતાસીયા નામનાં 6ર વર્ષિય ખેડૂતને મંડળીમાં નાણાં ભરવાનાં હોય જેથી તેઓ સવારે બગસરા ગામે આવેલ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયામાંથી પોતાના ખાતામાંથી રૂા.1 લાખ ઉપાડવા ગયેલા ત્‍યારે બેન્‍કવાળાએ નાણાં આપ્‍યા બાદ આધારકાર્ડની ઝેરોક્ષ આપવાનું કહેતાં આ વૃઘ્‍ધ ખેડૂત પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ કરવા માટે ગયેલા અને રસ્‍તામાંથી નાળીયેર તથા દ્રાક્ષની ખરીદી કરી રૂપિયા ભરેલ થેલીમાં મુકી ઝેરોક્ષની દુકાને ગયા હતા. ત્‍યારે ત્રણ જેટલી અજાણી મહિલા ત્‍યાં આવેલ હતી.

આધારકાર્ડની ઝેરોક્ષ કરાવી વૃઘ્‍ધ ખેડૂત બેંકમાં આધારકાર્ડની નકલ આપવા જઈ રહૃાાં હતા ત્‍યારે રસ્‍તામાં જ થેલીમાં રહેલી દ્રાક્ષ નિચે પડવા લાગતાં ખેડૂતે થેલીમાં તપાસ કરતાં રૂપિયા ભરેલ થેલીમાં હોઈ અજાણી વયકિતએ બ્‍લેડ વડે અર્ધાફૂટ જેટલો કાપો મારી દીધો હતો અને તેમાંથી રૂપિયા 1 લાખની રકમ ચોરી થઈ ગયાનું જાણમાં આવતાં બગસરા પોલીસમાં ફરિયાદ કરતાં બગસરા પોલીસે સીસીટીવીનાંઆધારે અજાણી વ્‍યકિત સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ધોળા દિવસે ભરબજારે થેલીમા ંકાપો મુકીરૂા.1 લાખની ઉઠાંતરી થતાં બગસરામાં સનસનાટી મચી જવા પામી છે.

error: Content is protected !!