Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

સા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી

14 શખ્‍સોએ ચોરી કર્યાની રજૂઆત

સાવરકુંડલા, તા.1પ

સાવરકુંડલા શહેરના જેસર રોડ પર દાસીજીવણ સોસાયટીખાતે ફરિયાદી કેતનભાઈ બાબુભાઈ ડોડીયા મૂળદાસ ટ્રેડીંગ નામે ઈલેકટ્રીક કાંટાના પાર્ટસનું કારખાનું ચલાવે છે. જેના દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં તા.13/03ના રોજ આઈ.પી.સી. કલમ 379, 3ર4, 4પ4, પ04, પ06(ર), પ11, 114 મુજબ ફરિયાદની અરજી આપવામાં આવી છે. આ બનાવની વિગત એવી છે કે ફરિયાદીના કારખાનામાંથી 14 જેટલા શખ્‍સો છેલ્‍લા બે માસથી અવાર નવાર ઈલેકટ્રોનિક કાંટાની બેટરીઓ, વાયર, મધરબોર્ડ, પી.બી.સી., ટ્રાન્‍સફોરમ, લોડસેલ વગેરે કિંમતી વસ્‍તુઓની મોટા પ્રમાણમાં દિન પ્રતિદિન ચોરી કરતા જેની કિંમત 1પ લાખ કરતા પણ વધુ થાય છે. ફરિયાદ દ્વારા તેના કારખાનાના કેમેરા ચેક કરતા ચોરીનો ભાંડો ફૂટયો હતો અને 14 આરોપીઓએ માલિક પાસે ચોરી કબુલી હતી. પરંતુ આ અંગે ફરિયાદી દ્વારા પરંતુ પોલીસ દ્વારા આટલી મોટી ચોરી હોવા છતાં પણ હજી સુધી એફ.આઈ.આર. દાખલ કરવામાં ન આવતા સમગ્ર સાવરકુંડલા શહેરમાં ભારે ચર્ચા ફેલાઈ જવા પામી હતી.

error: Content is protected !!