Main Menu

અમરેલીમાં કોંગ્રેસ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે ?

ભાજપની વિરાટ શકિત સામે લડી શકવાની ક્ષમતા ધરાવતાં

અમરેલીમાં કોંગ્રેસ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે ?

ભાજપ દ્વારા કોઈપણ સંજોગોમાં અમરેલી બેઠક જાળવી રાખવા ધમપછાડા શરૂ થયા હોય કોંગ્રેસ એલર્ટ

ભાજપનાં અનેક આગેવાનો પણ પરેશ ધાનાણીનું નામ મજબુત હોવાનું માની રહૃાા છે

અમરેલી, તા.1પ

અમરેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસપક્ષ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારે તેવું જાણવા મળી રહૃાું છે. કારણ કે, ભાજપ પાસેથી બેઠક ઝુંટવી લેવા માટે સર્વશ્રેષ્ઠ વિકલ્‍પ પરેશ ધાનાણી જ બની શકે તેમ છે. તેવું નાના કાર્યકરથી લઈને હાઈકમાન્‍ડ પણ માની રહૃાું છે.

માત્ર ર6 વર્ષની વયે વર્ષ ર00રમાં ભાજપનાં કદાવર નેતા પરશોતમ રૂપાલા, બાદમાં ભાજપનાં બીજા કદાવર નેતા દિલીપ સંઘાણીને વર્ષ ર01રમાં અને ભાજપનાં ત્રીજા કદાવર નેતા બાવકુભાઈ ઉંઘાડને વર્ષ ર017માં વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત કરીને પરેશ ધાનાણીએ ભાજપનાં ગઢમાં ફફડાટ ફેલાવી           દીધો છે.

પરેશ ધાનાણીની લોકપ્રિયતા દરેક સમાજ અને દરેક વયના મતદારોમાં જોવા મળી રહી છે. સરળ સ્‍વભાવ, કાવાદાવાથી અલિપ્‍ત રહેતાં હોવાથી તેમજ આમ નાગરિક જેવું જીવન જીવતાં હોવાથી તેઓને મતદારોનાં આશિર્વાદ હંમેશા મળતા રહૃાા છે.

બીજી તરફ ભાજપ ઘ્‍વારા અમરેલી બેઠક જાળવી રાખવા માટે શામ, દામ, દંડ અને ભેદની રીતરસમ શરૂ થઈ છે. કોઈપણ સંજોગોમાં બેઠક પર વિજેતા થવા ભાજપ હાઈકમાન્‍ડ તૈયાર થયું છે. વિપક્ષી નેતાનાં ગઢમાં જ કોંગ્રેસનુે પછડાટ આપવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્‍યું હોય છેલ્‍લી ઘડીએ કોંગી હાઈકમાન્‍ડ પરેશ ધાનાણી નામનું બ્રહ્મશસ્‍ત્રછોડીને ભાજપને ઊંઘતા ઝડપી લેશે તેવું સૌ કોઈને લાગી     રહૃાું છે.